વર્લ્ડ ક્લાસ સુવિધા મળે તેવું આયોજન:સાબરમતી-વટવા રેલવે કોરિડોર પર મોલ, ગેમિંગ ઝોન અને ફૂડકોર્ટ બનશે
અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરો માટે પરિવહન અને મનોરંજન ક્ષેત્રે પશ્ચિમ રેલવેએ એક મોટો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. રેલવે પ્રશાસને શહેરના કાલુપુર, સાબરમતી, મણિનગર, અસારવા અને વટવા સ્ટેશનના રિડેવલપમેન્ટની સાથોસાથ સાબરમતીથી વટવા સુધીના રેલવે કોરિડોર પર મુસાફરોને ટ્રેન સફરની સાથે હાઈટેક અને વર્લ્ડ ક્લાસ સુવિધા મળે તેવું આયોજન કર્યું છે. જે માટે અમદાવાદ ડિવિઝન નિષ્ણાત કન્સલ્ટન્ટની મદદ લઇ રહ્યું છે. 4-5 માળના મલ્ટિલેવલ પાર્કિંગ અને પાર્ટી પ્લોટ બનશે : રેલવે આયોજન મુજબ, જે સ્ટેશનની આસપાસ ખાલી જગા ઉપલબ્ધ છે, તેનો મહત્તમ અને વ્યવસાયિક ઉપયોગ કરાશે. વાહન પાર્કિંગ માટે આ સ્થાનો પર 4-5 માળના આધુનિક મલ્ટી લેવલ કાર પાર્કિંગ બનાવાશે. સામાજિક પ્રસંગો માટે પાર્ટી પ્લોટ અને વ્યાપારી પ્રવૃત્તિઓ માટે મલ્ટી ફંક્શન કોમ્પ્લેક્સની સુવિધા પણ ઊભી કરાશે. આ ઉપરાંત પેસેન્જરો માટે કાફે અને એક્ઝિક્યુટિવ લાઉન્જ વિથ આધુનિક કો-વર્કિંગ સ્પેસ બનાવાશે. રિટેલ, ફૂડ, એન્ટરટેઇનમેન્ટ, બેન્ક, એટીએમ, કલ્ચરલ ફૂડ હબ અને કલ્ચરને સાંકળતી ઇકોસિસ્ટમ કોરિડોર પર વિકસાવાશે. હવે સ્ટેશન પર કાફે, બોક્સ ક્રિકેટ અપના બજાર જેવા સ્ટોર બનશે અમદાવાદના પાંચ રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ બનાવાશે ગેમ ઝોન, બોક્સ ક્રિકેટ જેવી સુવિધા ઊભી કરાશે. શા માટે નિર્ણય લેવાયો? શહેર વધતી જતી માગને પહોંચી વળવા અને સ્ટેશનનોને આધુનિક બનાવવા નિર્ણય લેવાયો છે. લાંબા સમયથી નવીનીકરણની માગ હતી. ગેમ ઝોન બનશે : ગેમિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી અને કિડ્સ પ્લે ઝોન બનશે. મુસાફરો, રમતપ્રેમીઓ માટે બોક્સ ક્રિકેટ, પિકલબોલ જેવી ઇન્ડોર ગેમની સુવિધા બનશે. કેવી રીતે ઉપયોગ કરી શકાશે : આધુનિક ટેક્નોલોજી આધારિત તમામ સુવિધાનો ઉપયોગ લોકો સબસ્ક્રિપ્શન કે કલાકદીઠ ભાડાના આધારે કરી શકશે. મલ્ટિ-કુઝિન ફૂડ હબ : એક છત નીચે બ્રાન્ડેડ-લોકલ વેન્ડર્સ સાથેનું મલ્ટી-કૂઝિન ફૂડ કોર્ટ, પરંપરાગત કલ્ચરલ ફૂડ હબ અને મોડ્યુલર ફૂડ કિયોસ્ક શરૂ કરાશે. શોપિંગ, સસ્તી ફેશન સ્ટ્રીટ : યુવાનો માટે સસ્તી ફેશન સ્ટ્રીટ, સ્થાનિક કળા દર્શાવતું હેરિટેજ રિટેલ અને રોજિંદી જરૂરિયાત માટે અપના બજાર જેવા સ્ટોર ખુલશે. હેલ્થ, કો-વર્કિંગ સ્પેસ : મુસાફરો માટે સ્ટેશન પર જ કાફે, લાઉન્જ, કો-વર્કિંગ સ્પેસ બનાવાશે. ફુલ-સર્વિસ જિમ, યોગા હબ, વેલનેસ સેન્ટર, જોગિંગ ટ્રેક બનશે. બેન્કિંગ, સલૂન : મલ્ટિ-બેન્ક એટીએમ અને મોર્ડન સલૂન સુવિધા ઊભી થશે. રિટેલ, ફૂડ, એન્ટરટેઇનમેન્ટ અને કલ્ચરને સાંકળતી ઇકોસિસ્ટમ વિકસાવાશે.
Read Original Article →