મ્યુનિ. સ્ટડી ટૂરના નામે પિકનિક:5 અધિકારી સ્ટડી ટૂરના નામે વિદેશ ફરી આવ્યા, નિવૃત્ત થયા પણ રિપોર્ટ ન આપ્યો

Gujarat4/6/2026, 12:19:34 AM
મ્યુનિ. સ્ટડી ટૂરના નામે અધિકારીઓને વિદેશ પ્રવાસે મોકલે છે પરંતુ આ પ્રવાસો માત્ર ‘પિકનિક’ બનીને રહી ગયા હોય તેમ જણાય છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ પંકજ ભટ્ટે માગેલી માહિતી મુજબ, 2016 થી 2018 દરમિયાન 5 ઉચ્ચ અધિકારી (તત્કાલીન મેયર સહિત) મ્યુનિ.ના લાખોના ખર્ચે સ્પેન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની મુલાકાતે ગયા હતા. નિયમ મુજબ, વિદેશથી પરત આવ્યા બાદ ત્યાં શીખેલી બાબતોનો ‘લર્નિંગ રિપોર્ટ’ સોંપવો અનિવાર્ય છે, જેથી અન્ય અધિકારીઓ પણ તેનો લાભ લઈ શકે. જોકે, આ 5 અધિકારીઓએ વર્ષો વિતવા છતાં કોઈ અહેવાલ આપ્યો નથી. મ્યુનિ. કમિશનરે 2018માં અને ત્યારબાદ છેક 2024માં ફરી પરિપત્ર કરીને અહેવાલ માગ્યો હોવા છતાં અધિકારીઓએ આપ્યો નથી. આ પૈકીના કેટલાક અધિકારીઓ હવે નિવૃત્ત થઈ ગયા છે, છતાં તેમની જવાબદારી નક્કી કરાઈ નથી. ટ્રાન્સપોર્ટેશન-હેરિટેજના પાઠ ભણવા માટે પ્રજાના 5 લાખનો ધુમાડો કર્યો
Read Original Article →