હવે અમદાવાદમાં 'મેલોડી' જેવી દેખાતી 'માય ડેડી' પર પ્રતિબંધ:ચોકલેટની કોપી કરતાં પારલેએ કેસ કર્યો, કોર્ટે અમદાવાદના પ્રોડક્શન પર વેચાણ-જાહેરાત કરવા પર મનાઈ
પ્રખ્યાત ચોકલેટ 'મેલોડી'ની ડુપ્લિકેટ પ્રોડક્ટ 'માય ડેડી' અમદાવાદમાંથી સામે આવી છે. જેમાં જાણીતી કંપની 'પારલે'ની બ્રાન્ડ 'મેલોડી'ના પેકિંગ અને દેખાવની આબેહૂબ નકલ કરીને અમદાવાદના ઉત્પાદકે 'માય ડેડી' ચોકલેટ બજારમાં મૂકી હતી. ટ્રેડમાર્કના ઉલ્લંઘન બદલ પારલે કંપનીએ કાયદાકીય પગલાં ભરતાં, કોર્ટે ગ્રાહકોમાં ગેરસમજ ન ફેલાય તે માટે નકલી ચોકલેટ 'માય ડેડી'ના પ્રોડક્શન અને વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઉલ્લેખનીય છે કે, 20 મે 2026ના PM નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મેલોડી ટોફી ભેટ આપી હતી. વડાપ્રધાન મેલોનીએ X પર ભેટ સ્વીકારતાં વીડિયો પોસ્ટ કરીને કહ્યું- “વડાપ્રધાન મોદી મારા માટે ભેટમાં ખૂબ જ સરસ ટોફી લાવ્યા છે- મેલોડી. ભેટ માટે આભાર” આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન (10 કરોડ)થી વધુ વખત જોવામાં આવ્યો હતો. જ્યારે X પર પણ તેને 74 લાખથી વધુ વ્યૂ મળ્યા હતાં. ત્યારથી દેશ-વિદેશમાં 'મેલોડી'ની ચર્ચા જોવા મળી રહી છે. 'મેલોડી ઇતની ચોકલેટી ક્યું હૈ?'ના સૂત્ર સાથે અત્યંત લોકપ્રિય
પારલે પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડે ટ્રેડમાર્ક એક્ટ, 1999 હેઠળ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં કાયમી મનાઈ હુકમ માટે દાવો દાખલ કર્યો છે. અરજદાર 1973થી MELODI અને 1983થી MELODY ટ્રેડમાર્ક, ચોક્કસ કલર કોમ્બિનેશન અને વહેતા મ્યુઝિકલ સિમ્બોલ્સવાળા વિશિષ્ટ ટ્રેડ પેકેજિંગનો ઉપયોગ કરે છે. અરજદારની આ ચોકલેટ ભારતમાં, 'મેલોડી ઇતની ચોકલેટી ક્યું હૈ?' જેવા પ્રખ્યાત સૂત્રો સાથે અત્યંત લોકપ્રિય છે. ટ્રેડમાર્ક અને પેકેજિંગને મળતું આવે તેવું 'MYDADY'નામ
સામે પક્ષે અમદાવાદની બાપુજી ફૂડ્સ પ્રોડક્ટ્સ ચોકલેટ અને કન્ફેક્શનરીના વ્યવસાયમાં અરજદારના ટ્રેડમાર્ક અને પેકેજિંગને મળતું આવે તેવું 'MYDADY' નામ અને તે જ સમાન કલર કોમ્બિનેશન તથા મ્યુઝિકલ સિમ્બોલ્સવાળો ટ્રેડ ડ્રેસ વાપરી રહ્યા છે. આથી પારલેનો આરોપ છે કે, આનાથી ગ્રાહકોમાં ભ્રમણા પેદા થાય છે અને તેના અધિકારોનું ઉલ્લંઘન થાય છે. કોર્ટે 'MYDADY' નામની ચોકલેટ પર પ્રતિબંધ લગાવી દીધો
કોર્ટે સરખામણી જોયા બાદ પ્રાથમિક દ્રષ્ટિએ પારલેના પક્ષને મજબૂત માન્યો છે. અદાલતે બાપુજી ફૂડ પ્રોડક્ટ્સ તેમના ભાગીદારો, ડીલર્સ અને એજન્ટો વગેરેને 'MYDADY' નામ અથવા તેના જેવા જ ભ્રમિત કરનારા ટ્રેડમાર્ક-પેકેજિંગ હેઠળ માલનું ઉત્પાદન કરવા, માર્કેટિંગ કરવા, વેચવા કે જાહેરાત કરવા પર આગામી આદેશ સુધી તત્કાલ પ્રતિબંધ લગાવી દીધો છે. ઓનલાઈન સાઈટ પરથી પ્રોડક્ટ્સના લિસ્ટિંગ તાત્કાલિક દૂર કરવા આદેશ
કોર્ટે બાપુજી પ્રોડક્ટ્સને તેમની વેબસાઇટ, સોશિયલ મીડિયા અથવા એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી પણ આ વિવાદિત પ્રોડક્ટ્સના લિસ્ટિંગ તાત્કાલિક દૂર કરવા આદેશ આપ્યો છે. પુરાવા નષ્ટ ન થાય તે માટે અદાલતે એડવોકેટ મેઘા પરાશરને લોકલ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ અમદાવાદ ખાતે આવેલી બાપુજી ફૂડસની ફેક્ટરીની મુલાકાત લેશે. 30 દિવસમાં બાપુજી પ્રોડક્ટ્સને લેખિત જવાબ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે
લોકલ કમિશનરને વિવાદિત નકલવાળો તમામ સામાન, હિસાબી ચોપડા, ઇન્વોઇસ વગેરે જપ્ત કરવાની અને તેની યાદી બનાવવાની સત્તા આપવામાં આવી છે. જરૂર પડ્યે તેઓ સ્થાનિક પોલીસ સ્ટેશનની મદદ લઈ શકશે અને જો લોક મારેલું હોય તો તાળું પણ તોડી શકશે. આ સમગ્ર પ્રક્રિયાનું ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવાનું રહેશે. આ સાથે જ કોર્ટે બાપુજી ફૂડસને સમન્સ જારી કર્યા છે અને સમન્સ મળ્યાના 30 દિવસમાં તેમણે પોતાનો લેખિત જવાબ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે. આ પણ વાંચો રોકાણકારોએ ભૂલથી બીજી પારલેના શેર ખરીદી લીધા, રિયલ એસ્ટેટ કંપની માલામાલ; ટોફી બનાવતી પારલે માર્કેટમાં લિસ્ટેડ નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે( 20 મે) ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીને પારલે કંપનીની મેલોડી ટોફીનું પેકેટ ગિફ્ટ કર્યું. આનો વીડિયો ખુદ મેલોનીએ શેર કર્યો હતો. વીડિયો વાયરલ થતાં જ રોકાણકારોએ નામના કન્ફ્યુઝનમાં પારલે ઇન્ડસ્ટ્રીઝના શેર ખરીદી લીધા, જેના કારણે મંગળવારે તેમાં 5%ની અપર સર્કિટ લાગી ગઈ હતી. ખાસ વાત એ છે કે મેલોડી ટોફી બનાવતી કંપની પારલે પ્રોડક્ટ્સ છે, જે શેરબજારમાં લિસ્ટેડ જ નથી. રોકાણકારોએ ભૂલથી રિયલ એસ્ટેટ કંપની પારલે ઇન્ડસ્ટ્રીઝને મેલોડી બનાવતી કંપની સમજીને તેમાં રોકાણ કરી દીધું. (વાંચો સંપૂર્ણ અહેવાલ)
Read Original Article →