રીક્ષામાં બેઠેલા 3-શખ્સોએ વૃદ્ધને છરી બતાવી 1 લાખ લૂંટી લીધા:આરોપીએ કહ્યું, તારા પાસે હોય તે આપી દે નહીં તો મારી નાખીશું; બહેનના ઘરેથી ઉધાર લઈને અમદાવાદ આવ્યા'તા

Gujarat4/11/2026, 9:42:55 AM
રીક્ષામાં બેઠેલા 3-શખ્સોએ વૃદ્ધને છરી બતાવી 1 લાખ લૂંટી લીધા:આરોપીએ કહ્યું, તારા પાસે હોય તે આપી દે નહીં તો મારી નાખીશું; બહેનના ઘરેથી ઉધાર લઈને અમદાવાદ આવ્યા'તા
અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતા વૃદ્ધ પૈસાની જરૂર હોવાથી ઉધાર પૈસા લેવા રાજકોટ ખાતે બહેનના ઘરે ગયા હતા. વૃદ્ધ 1 લાખ ઉધાર લઈને અમદાવાદ પરત આવ્યા અને વહેલી સવારે પાલડીથી રીક્ષામાં બેસીને વાડજ તરફ આવી રહ્યા હતા. ત્યારે રીક્ષામાં બેઠેલા 3 શખ્સોએ વૃદ્ધને છરી બતાવી 1લાખ રૂપિયા લૂંટી લીધા હતા. જે મામલે વૃદ્ધે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટથી 1 લાખ લઈને તેઓ એસટી બસમાં અમદાવાદ આવ્યા હતા જુના વાડજમાં રહેતા જશવંતભાઈ સોલંકી મોટેરા ડીમાર્ટ સામે ફેબ્રિકેશનનો વેપાર કરે છે. જશવંતભાઈને પૈસાની જરૂર હોવાથી તેઓ રાજકોટ ખાતે તેમના બહેનના ઘરે ઉધાર પૈસા લેવા માટે ગયા હતાં. રાજકોટથી 1 લાખ લઈને તેઓ એસટી બસમાં અમદાવાદ આવ્યા હતા. વહેલી સવારે 5 વાગ્યે તેઓ પાલડી ખાતે બસમાંથી ઉતર્યા હતાં. જે બાદ તેમને વાડજ જવાનું હોવાથી એક રીક્ષામાં બેઠા હતા. આ રીક્ષામાં પહેલાથી જ પાછળની સીટ ઉપર ત્રણ પેસેન્જર બેઠા હતાં. જશવંતભાઈ રિક્ષામાં બેસીને પાલડી ચાર રસ્તાથી એલિસબ્રિજ થઈ વાડજ જવા નીકળ્યા હતાં. છરી બતાવીને 1 લાખ લૂંટી લીધા એલીસબ્રીજ દેવનંદન મોલ નજીક પહોંચતા જ પાછળની સીટમાં બેઠેલા ત્રણ શખ્સો પૈકી એક શખ્સે કમરના ભાગેથી છરી કાઢી જ્યારે બે શખ્સોએ જશવંતભાઈને પકડી રાખ્યા હતાં. જશવંતભાઈને છરી બતાવીને 'તારા પાસે જે હોય તે આપી દે નહીં તો મારી નાખીશું' એવું કહેતા જશવંતભાઈએ તેમના ખિસ્સામાં રહેલા 1 લાખ રૂપિયા ડરના કારણે આપી દીધા હતા. વૃદ્ધે ફરિયાદ નોંધાવી ત્યારબાદ તેમને રિક્ષામાંથી દેવનંદન મોલ પાસે ઉતારીને રીક્ષા નહેરુનગર તરફ જતી રહી હતી. સમગ્ર મામલે જશવંતભાઈએ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.
Read Original Article →