પાડોશી યુવકે સગીરાની છેડતી કરી:ટ્યૂશન જતા સમયે પરિણીત શખસ બાઈક લઇને પીછો કરી હેરાન કરતો, માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરા ટ્યૂશન જતી હોય ત્યારે પાડોશી પરિણીત શખ્સ તેનો પીછો કરીને જબરદસ્તી બાઇક પર બેસાડીને હેરાન કરતો હતો. અવારનવાર આ રીતે શખસે હેરાન કરતો હોવાથી સગીરાએ માતાને રડતાં રડતા સમગ્ર હકીકત જણાવી હતી. આ અંગે સગીરાની માતાએ શખસ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઘાવી છે. ટ્યુશન જાય ત્યારે પરણિત યુવક પીછો કરતો
મૂળ ઉત્તરપ્રદેશની 32 વર્ષીય મહિલા હાલમાં ઓઢવમાં પરિવાર સાથે રહે છે. તેમની 14 વર્ષીય પુત્રી ઘોરણ-9માં અભ્યાસ કરે છે. ગત 17 મેએ પુત્રીએ માતાને રડતા રડતા જણાવ્યુ કે બે-ત્રણ દિવસથી તે ટ્યુશન જવા નીકળી ત્યારે પાડોશી પરિણીત યુવક તેની પાછળ બાઇક લઇને આવે છે. 15મેએ તે ટ્યુશન જવા નીકળી ત્યારે પાડોશી યુવક પાછળ બાઇક લઇને આવ્યો હતો અને રસ્તામાં સગીરાને ઉભી રાખીને ધમકાવીને બાઇક પાછળ બેસાડીને વસ્ત્રાલ તરફ લઇ ગયો હતો. શખસ સામે મહિલાએ ફરિયાદ નોંધાવી
શખસે સગીરાને રસ્તામાં પણ બિભત્સ વાતો કરી હતી. જ્યારે અવારનવાર સગીરા ટ્યૂશન જાય ત્યારે તેનો પીછો કરીને હેરાન કરતો હતો. જેથી સગીરાની માતા શખ્સની માતાને સમગ્ર વાત કહેવા જતા ઝઘડો થયો હતો. આ અંગે સગીરાની માતાએ શખ્સ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. જેના આધારે પોલીસ દ્વારા હાલ આરોપી યુવકને પકડવા તજવીજ હાથ ધરી છે.
Read Original Article →