સિટી એન્કર:હવે સર્જરી વિના પાઇલ્સ, દવા વિના મેદસ્વિતા પર કાબૂ મેળવી શકાશે, શહેરના નેશનલ ફાર્મા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે ત્રણ હેલ્થ પ્રોડક્ટ વિકસાવી

Gujarat4/8/2026, 12:00:00 AM
શહેરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (નાઈપર)માં વૈજ્ઞાનિકોએ પાઇલ્સ, મેદસ્વિતા જેવી ગંભીર સમસ્યાઓ માટે નવાં ફોર્મ્યુલેશન તૈયાર કર્યાં છે. નાઈપરના પ્રોફેસર ડો. રાકેશ ટેકાડેના જણાવ્યા મુજબ આ સંશોધન પર ટીમે 3 વર્ષ સુધી મહેનત કરી છે. સંશોધન હેઠળ કુલ 3 પ્રોડક્ટ વિકસાવાઈ છે, જેમાં પાઈલ્સ માટે 2 (ઇન્ટરનલ અને એક્સટર્નલ) અને મેદસ્વિતા માટે એક પ્રોડક્ટ સામેલ છે. લેબ ટેસ્ટ સફળ રહ્યા છે. ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થયા બાદ ટેક્નોલોજી ટ્રાન્સફર હેઠળ આ પ્રોડક્ટ બજારમાં આવવાની તૈયારીમાં છે. એક્સટર્નલ પાઇલ્સ માટે લાંબા સમય સુધી અસર કરતું સોલ્યુશન બાહ્ય પાઈલ્સમાં દર્દીને સૌથી વધુ દુખાવો સોજો-ઈરિટેશનને કારણે થાય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ટ્યૂબ આધારિત ક્રીમ દવા તૈયાર કરાઈ છે. આ ક્રીમ સીધી અસરગ્રસ્ત જગ્યાએ લગાવી શકાય છે, જેનાથી તે ઝડપથી શોષાઈ જાય છે અને તરત અસર બતાવે છે. આ દવા કેમ અસરકારક? સોજામાં ઝડપી ઘટાડો. ઈરિટેશન-બળતરા ઓછી થાય બેસવા અને ચાલવામાં સરળતા , દૈનિક જીવનમાં આવતી તકલીફમાં ઘટાડો. ઇન્ટર્નલ પાઇલ્સ માટે લાંબા સમય સુધી અસર કરતું સોલ્યુશન આંતરિક પાઈલ્સની સારવારમાં સૌથી મોટી સમસ્યા એ છે કે સામાન્ય દવાઓ અસરગ્રસ્ત આંતરિક ભાગ સુધી યોગ્ય પહોંચી શકતી નથી અથવા લાંબા સમય સુધી રહી શકતી નથી. આને ધ્યાનમાં રાખીને નાઈપરના વૈજ્ઞાનિકોએ ખાસ ટેક્નોલોજી આધારિત સોલ્યુશન તૈયાર કર્યું છે, જે દવાને અસરગ્રસ્ત ભાગમાં વધુ સમય સુધી જાળવી રાખે છે. આ દવા કેમ અસરકારક? બ્લીડિંગ, દુખાવો, સોજામાં ઘટાડો-રાહત, લાંબા ગાળે સર્જરીની જરૂરિયાત ઘટી શકે મેદસ્વિતા માટે ગમીસ ટાઈપ ઈઝી ટુ ઈટ સોલ્યુશન ચાવી શકાય તેવી આ હેલ્થ પ્રોડક્ટ ડ્રગ ફ્રી છે. દવાઓ વગરનું સોલ્યુશન હોવા છતાં અસરકારક ફાયદો: વજન નિયંત્રણમાં સહાય, વધતી ભૂખ પર કાબૂ મેળવવામાં મદદ, શરૂઆતના સ્ટેજમાં બીમારીને કંટ્રોલ કરવાની તક, લાંબી, ખર્ચાળ સારવારમાં ઘટાડો કરે, ઘરે સરળતાથી ઉપયોગ કરી શકાય તેવી પ્રોડક્ટ
Read Original Article →