સિટી એન્કર:STમાં હવે ખાનગી ટ્રાવેલ્સ જેવી લક્ઝરી સફર: 300 નવી ‘સુપર એક્સપ્રેસ’ બસ દોડશે, BS-6 એન્જિનનો ઉપયોગ, પેસેન્જરોને ઝાટકા નહીં વાગે

Gujarat5/19/2026, 12:00:00 AM
એસટી નિગમે પેસેન્જરોની સુવિધા અને સુરક્ષામાં મોટો વધારો કરતા 300 નવી ખરીદાયેલી હાઇટેક બસોને સીધી જાહેર સેવામાં મૂકી છે. આ નવી બસો શરૂ થતાં જ રાજ્યના વિવિધ રૂટ પર દોડતી જૂની અને વધુ કિલોમીટર પૂર્ણ કરનારી બસોને રિપ્લેસ કરાશે, જેનાથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચે જાહેર પરિવહન વધુ મજબૂત બનશે.વધતા ઈંધણ ખર્ચને પહોંચી વળવા હવે ‘મિશન મોડ’ પર કામગીરી શરૂ કરાઈ છે. પ્રથમ વખત ફુલ એર સસ્પેન્શન અને પેસન્જર સુવિધા એસટી નિગમ દ્વારા પ્રથમ વખત બીએસ-6 ઓબીડી-2 ટેકનોલોજી અને ફુલ એર સસ્પેન્શન ધરાવતી 52 સીટર ‘સુપર એક્સપ્રેસ’ બસો તૈયાર કરાઈ છે. આ બસોમાં 3x2 પેટર્નની આરામદાયક બેઠકો, વિશાળ લેગરૂમ, અવાજરહિત ફ્લોરિંગ અને આકર્ષક ડબલ ટોન ઇન્ટિરિયર છે. સુરક્ષા માટે બસોમાં જીપીએસ આધારિત વ્હિકલ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ (વીએલટી), પેનિક બટન, પેસેન્જર એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ફાયર ડિટેક્શન એન્ડ એલાર્મ સિસ્ટમ, ઇમરજન્સી લાઇટિંગ અને રિવર્સ પાર્કિંગ સેન્સર જેવી આધુનિક ટેકનોલોજી આપી છે. દિવ્યાંગો માટે વિશેષ આરક્ષિત બેઠકો અને બ્રેઇલ સ્ટિકરની વ્યવસ્થા પણ છે. ઉપરાંત રિવર્સ પાર્કિંગ સેન્સર અને કેમેરા લગાવાયેલા છે. બીએસ-6 એન્જિન :બસમાંથી ઓછો ધુમાડો નીકળશે એસટી નિગમની નવી બસોમાં બીએસ-6 ઓબીડી-2 ટેકનોલોજી આપવામાં આવી છે. બીએસ-6 એ પ્રદૂષણ નિયંત્રણ માટેનો આધુનિક ધારાધોરણ છે, જેના કારણે બસમાંથી ઓછો ધુમાડો અને ઝેરી વાયુ બહાર પડે છે. જ્યારે ઓબીડી-2 સિસ્ટમ બસના એન્જિન અને પ્રદૂષણ સંબંધિત ભાગોનું સતત મોનિટરિંગ કરે છે અને કોઈ ખામી સર્જાય તો ડ્રાઈવરને એલર્ટ મળે છે. ભાસ્કર નોલેજ - આંચકા ઓછા અનુભવાશે, ખામી અને પ્રદૂષણ વિશે એલર્ટ આપશે હાલની બસોમાં રસ્તા પર ખાડાના કારણે આંચકા સહન કરવા લોખંડની સ્પ્રિંગ હોય છે. જ્યારે ફુલ એર સસ્પેન્શનવાળી બસમાં સ્પ્રિંગના બદલે હવા ભરેલી એર બેગ્સનો ઉપયોગ થાય છે. તેનાથી ખાડા-ટેકરા અને બસના વજન પ્રમાણે હવાનું દબાણ આપમેળે સંતુલિત થાય છે. જેથી પેસેન્જર આંચકા સહિતની મુસાફરી કરી છે અને ચઢવા ઉતરવામાં સરળતા રહે છે. ઓબીડી 2(ઓન બોર્ડ ડાયગ્નોસ્ટિક) ટેક્નોલોજી બસમાં આવેલી મોનિટરિંગ સિસ્ટમ છે. બસમાં સહેજ પણ ખામી સર્જાય કે પ્રદૂષણ સ્તર વધે તો એલર્ટ આપે છે.
Read Original Article →