પરિણામો જાહેર:ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની એક્ઝામના ટોપ 148માં ગુજરાતનો એક પણ ઉમેદવાર નહીં

Gujarat5/26/2026, 12:00:00 AM
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (IFS)-2025ની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે. યાદીના ટોપ 148 ઉમેદવારોમાં ગુજરાતનું ગૌરવ વધારે તેવું એક પણ નામ સામેલ નથી. દેશની આ સર્વોચ્ચ વન સેવામાં આ વર્ષે ગુજરાતનો હિસ્સો ‘ઝીરો’ છે. IFS-2024ના પરિણામમાં ટોપ 100માં ગુજરાતના 6 ઉમેદવારો જ્યારે 2023ની પરીક્ષામાં 5 ઉમેદવારો ઝળક્યા હતા. ચાલુ વર્ષે ગુજરાતની પીછેહઠ થઈ છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રીન કવર અને પર્યાવરણ જાળવણીની યોજનાઓની જાહેરાતો કરાય છે, પણ આ યોજનાઓનું સુકાન સંભાળનારી કેડરમાં જ ગુજરાતના વિદ્યાર્થી પાછળ રહ્યા છે. ચાલુ વર્ષે પ્રિલિમ્સ અને મેઈન્સ ક્લિયર કરીને ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા 5 ઉમેદવારો ફાઇનલ લિસ્ટમાં સ્થાન મેળવી શક્યા નથી. જેને પગલે સ્પર્ધાત્મક પરીક્ષાના તાલીમ કેન્દ્રોમાં સન્નાટો છવાયો છે. ઇન્ટરવ્યૂ સુધી પહોંચવા છતાં ગુજરાત કેમ પાછળ રહી ગયું? પ્રીલિમ્સનો ઊંચો કટ-ઓફ: IFSની પ્રિલિમ્સ IASની સાથે જ લેવાય છે. IFS- Mains માટે સિવિલ સર્વિસિસ કરતાં 15થી 20 માર્ક્સ વધુ લાવવા પડતા હોવાથી ગુજરાતના ઘણા ઉમેદવારો પ્રિલિમ્સ સ્ટેજ પર જ બહાર થઈ જાય છે. લેખિત પરીક્ષામાં નબળો સ્કોર: 150 બેઠકો સામે 1800 ક્વોલિફાય થયા, ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલા ગુજરાતના 5 ઉમેદવારો લેખિતના મેરિટમાં પાછળ હોવાથી ન આવ્યા. ઇન્ટરવ્યૂનું માનસિક દબાણ: પર્સનલ ઇન્ટરવ્યૂના 25-30 મિનિટના ગાળામાં માનસિક સ્થિરતા, ત્વરિત નિર્ણયશક્તિ કે યોગ્ય પ્રદર્શન ન કરી શક્યા. IFS-2025: કેટેગરી વાઇઝ પસંદ થયેલા ઉમેદવારો દેશના પર્યાવરણીય સંતુલનમાં IFS ઓફિસરની ભૂમિકા મહત્વની IAS અને IPS અધિકારીઓ દેશની આંતરિક વ્યવસ્થા, વહીવટને મજબૂત રાખે છે, તેવી રીતે IFS ઓફિસર્સ પર્યાવરણીય સુરક્ષાના રક્ષક છે. તેઓ વન્યજીવ રક્ષણ, આદિવાસી કલ્યાણ, રાષ્ટ્રીય વન નીતિનું અમલીકરણ કરી પ્રકૃતિનું સંતુલન જાળવવાનું કાર્ય કરે છે.
Read Original Article →