એસ્ટેટ વિભાગની ટીમ ઉપર લારીવાળાઓનો પથ્થરમારો:ગાડીના કાચ તોડ્યા, પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ, નિકોલમાં દબાણ દૂર કરવા સમયની ઘટના
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે રોડ ઉપર કરવામાં આવતા લારી ગલ્લાના દબાણો દૂર કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ વોર્ડમાં મનમોહન ચાર રસ્તાથી ખોડીયાર મંદિર થઈ નિકોલ ગામ થઈ ગંગોત્રી સર્કલ થઈ અટલ આવાસ સુધીના રોડ પર પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા ત્યારે એસ્ટેટની ટીમ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક લારી ગલ્લાવાળાઓ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઉપર પથ્થરમારો કરી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી છે.
Read Original Article →