IPLમાં સટ્ટા બેટિંગ કરતા આરોપીના 26 મે સુધીના રિમાન્ડ:નિકોલના ફલેટમાંથી SMCએ આરોપીને ઝડપ્યો હતો, આંતરરાષ્ટ્રીય નેટવર્ક હોવાની શકયતા

Gujarat5/21/2026, 2:33:07 PM
IPLમાં સટ્ટા બેટિંગ કરતા આરોપીના 26 મે સુધીના રિમાન્ડ:નિકોલના ફલેટમાંથી SMCએ આરોપીને ઝડપ્યો હતો, આંતરરાષ્ટ્રીય નેટવર્ક હોવાની શકયતા
અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં આરોપી વિજય કરડાનીને રજૂ કરીને SMCએ 14 દિવસના રીમાન્ડની માંગ કરી હતી. આરોપી સામે BNS અને IT એક્ટ અંતર્ગત ચાલુ વર્ષે ગુન્હો નોંધાયો હતો. SMCએ નિકોલમાં એક ફ્લેટમાં રેડ પાડીને IPLની મુંબઈ ઇન્ડિયન અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચમાં ઓનલાઈન સટ્ટા બેટિંગ કરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. SMCએ સ્થળ ઉપરથી 15.73 લાખનો મુદ્દામાલ જમા લીધો હતો. સટ્ટાના આંતરરાષ્ટ્રીય નેટવર્કની આશંકા પોલીસે આરોપીને ઝડપીને અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કર્યો હતો. જેમાં સરકારી વકીલ તુષાર.એલ.બારોટે રજૂઆત કરી હતી કે આરોપીને ઓનલાઈન સટ્ટા બેટિંગની વેબસાઈટ ક્યાંથી મળી હતી તે જાણવાનું છે. આરોપી ઓનલાઈન સટ્ટા બેટિંગના એક વોટ્સએપ ગ્રુપમાં એડમીન છે, તેની તપાસ કરવાની છે. આ એક આંતરરાષ્ટ્રીય નેટવર્ક હોવાની શક્યતા છે. મ્યુલ એકાઉન્ટની તપાસ કરાશે મ્યુલ એકાઉન્ટ મારફતે નાણાની હેરફેર થતી હોવાથી તેની તપાસ કરવાની છે. સટ્ટા બેટિંગમાં નાણાકીય વ્યવહારો QR કોડથી થતા હતા, તેમ જ તેમાં આંગડિયા પેઢીનો પણ ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે, જેની તપાસ કરવાની છે. આરોપી સામે અગાઉ નિકોલ પોલીસ મથકે આવો જ ગુનો નોંધાયેલો છે. આરોપીના મોબાઇલના ડેટાને રિકવર કરવાનો છે. કોર્ટે આરોપીના 26 મે સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
Read Original Article →