વર્ષ 2017માં 2000ના દરની નકલી નોટો પકડાવવાનો કેસ:સ્પેશિયલ NIA કોર્ટે 6 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડ્યા

Gujarat4/13/2026, 4:14:35 PM
વર્ષ 2017માં 2000ના દરની નકલી નોટો પકડાવવાનો કેસ:સ્પેશિયલ NIA કોર્ટે 6 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડ્યા
વર્ષ 2017માં રાજકોટ પોલીસે કેતન દવેની ઓફિસમાંથી 57.60 લાખની 2000ના દરની બનાવટી નોટો પકડી હતી. ત્યારબાદ સ્કોડા ગાડીમાંથી રૂપિયા 4 કરોડની બીજી 2000ના દરની બનાવટી નોટો પકડી હતી. જે અંગેનો કેસ પાછળથી NIA દ્વારા ઈન્વેસ્ટીગેટ કરવામાં આવ્યો હતો. જે અંગેનો કેસ NIA કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. બચાવ પક્ષે સિનિયર એડવોકેટ રાજેશ મોદીએ દલીલો કરી હતી. ફરિયાદી નીતિનભાઈ બાવાભાઈની ફરિયાદને આધારે રાજકોટ પોલીસે આરોપી કેતન દવેની ઓફિસમાંથી 57.60 લાખની 2000ના દરની બનાવટી ચલણી નોટો ઝડપી પાડી હતી. ત્યારબાદ વર્ષ 2017માં જ સ્કોડા ગાડીમાંથી બીજી 4 કરોડ રૂપિયાની 2000ના દરની બનાવટી ચલણી નોટો ઝડપી પાડી હતી. આ કેસની તપાસ NIAને ટ્રાન્સફર કરવામાં આવી હતી. સાહેદોની જુબાનીમાં મટીરીયલ વિરોધાભાસી જેથી કેસ અમદાવાદની NIA સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલો. ફરિયાદ પક્ષે કુલ 46 સાક્ષી તપાસ્યા જ્યારે બચાવ પક્ષે 6 સાક્ષી તપાસ્યા. બચાવ પક્ષની મૂળભૂત રજૂઆત એવી હતી કે મહત્વના સાક્ષીઓ તપાસ્યા નથી. તથા સાહેદોની જુબાનીમાં મટીરીયલ વિરોધાભાસી છે. તમામ પંચો કરિયાદીના પરિચિત છે. જેથી તેઓ ઇન્ટરેસ્ટેડ છે. બચાવ પક્ષની રજૂઆતો ધ્યાને લઈ NIA સ્પેશિયલ કોર્ટે તમામ 6 આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
Read Original Article →