નિવૃત્ત DySPનું જાહેરમાં બંદૂક કાઢી પાંચ રાઉન્ડ ફાયરિંગ, VIDEO:નહેરૂનગરમાં જમીન વિવાદમાં આશોકસિંહ ચૌહાણનો ગોળીબાર, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવા પોલીસની કાર્યવાહી
અમદાવાદના નહેરુનગર સ્થિત ઝાંસીની રાણી બસ સ્ટેન્ડની પાછળ આજે સાંજે આશરે 5 વાગ્યાના સુમારે જમીન દસ્તાવેજ અને ભાડાના નાણાં પરત માંગવાના વિવાદમાં નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે પોતાના અંગત હથિયાર વડે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી હતી. સદનસીબે આ ગોળીબારમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. ઘટનાની ગંભીરતાને પગલે સેટેલાઈટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના એસીપી (ACP) સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે નિવૃત્ત અધિકારીનું હથિયાર કબજે કરી પૂછપરછ શરૂ કરી છે અને આ મામલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આરોપીને વિશિષ્ટ સુવિધા
ઘટનાસ્થળે DySP અશોકસિંહ પ્યારેસિંહ ચૌહાણનો પુત્ર સિદ્ધરાજસિંહ ચૌહાણ ફાયરિંગ સમયે હાજર હતો. આ સિવાય તેમની પુત્રી પણ ત્યાં હાજર હતી. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આરોપી નિવૃત્ત DySPને વિશિષ્ટ સુવિધા આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આરોપીને અટકાયત કરીને સર્વેલન્સ સ્ક્વોડની એસી ચેમ્બરમાં બેસાડવામાં આવ્યો હતો. જમીનના કબજા અને ભાડાના વ્યવહારોને લઈને વિવાદ
ACP એસ.એમ. પટેલ જણાવ્યું હતું કે, આ સમગ્ર વિવાદ નહેરુનગર બસ સ્ટોપ પાસે આવેલી એક જમીનના કબજા અને ભાડાના વ્યવહારોને લીધે સર્જાયો હતો. અશોકસિંહ ચૌહાણ પાસેથી હરેશ અને હિતેશ ભારભીડિયા નામના વ્યક્તિઓએ સ્ટોલ શરૂ કરવા માટે આ જગ્યા ભાડે રાખી હતી. આ જમીનના દસ્તાવેજો અધૂરા હોવાના કારણે અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી હતી, જેને પગલે ત્યાં સ્ટોલ શરૂ થઈ શક્યો ન હતો. દસ્તાવેજોની માંગણી વણસતાં નિવૃત્ત અધિકારીએ ચલાવી ગોળીઓ
સ્ટોલ ચાલુ ન થઈ શકવાના કારણે હિતેશ અને હરેશ ભારભીડિયાએ નિવૃત્ત DySP પાસે પોતાના રોકાયેલા રૂપિયા પરત માંગ્યા હતા. આજે સાંજે બંને ભાઈઓ જમીનના કાયદેસરના દસ્તાવેજોની માંગણી કરવા માટે અશોકસિંહ ચૌહાણ પાસે પહોંચ્યા હતા. તે સમયે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તકરાર થઈ હતી. આ વિવાદ એટલો વણસ્યો કે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણે આવેશમાં આવીને જાહેરમાં બંદૂક કાઢી, ગાળાગાળી કરી 5 રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. ઔડી કાર અને લાઈવ વીડિયોના આધારે પોલીસ તપાસ
ઘટના બાદ તુરંત કાર્યરત થયેલી પોલીસે ઘટનાસ્થળ પરથી એક લક્ઝુરિયસ ઓડી (Audi) કાર મળી આવી હતી. આ ઉપરાંત, નિવૃત્ત પોલીસ અધિકારી દ્વારા જાહેરમાં આચરવામાં આવેલા આ હિંસક કૃત્યનો એક લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે આ વીડિયો અને ટેકનિકલ પુરાવા એકત્રિત કર્યા છે. જમીન ભાડે રાખનાર હિતેશ અને હરેશ ભારભીડિયાને પણ પોલીસ સ્ટેશન બોલાવીને આ મામલે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અશોકસિંહ પાસેથી માસિક 30 લાખના ભાડા પેટે જમીન લીધી હતી
ફરિયાદી જીગર ઝાપડિયાએ જણાવ્યું હતું કે, મેં થોડા સમય અગાઉ નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ પાસેથી આ જમીન માસિક 30 લાખના ભાડા પેટે લીધી હતી. આ ઉપરાંત 1.50 કરોડ રૂપિયા ડિપોઝિટના પણ આપ્યા હતા, જ્યારે અમે જગ્યા પર આ ત્રણથી ચાર કરોડનું કામ કરાવ્યું ત્યારબાદ અમને જાણ થઈ હતી કે આ જમીનના અસલી માલિક DySP અશોકસિંહ ચૌહાણ નથી. જેથી અમે તેમને ભાડું આપવાની ના પાડી હતી.
Read Original Article →