70 હજાર રૂપિયા આપો અને Re-NEETના 170 પ્રશ્નો લઈ જાઓ:ટેલિગ્રામ ચેનલમાં કોડવર્ડમાં ચાલે છે પેપર લીકનું કૌભાંડ, સાયબર ક્રાઈમ બ્રાન્ચની તપાસ શરૂ

Gujarat5/26/2026, 12:30:00 AM
70 હજાર રૂપિયા આપો અને Re-NEETના 170 પ્રશ્નો લઈ જાઓ:ટેલિગ્રામ ચેનલમાં કોડવર્ડમાં ચાલે છે પેપર લીકનું કૌભાંડ, સાયબર ક્રાઈમ બ્રાન્ચની તપાસ શરૂ
3 મે, 2026ના રોજ NEET-UGની પરીક્ષા લેવાઈ હતી. પેપર લીક થવાને કારણે 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી હતી અને 21 જૂનના રોજ ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ટેલિગ્રામ ચેનલ પલ Re-NEET પરીક્ષાનું પેપર લીક કરી આપવાનું કહી રાઘવ સર નામના શખ્સ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સોશિયલ એક્ટિવિસ્ટ શુભમ ઠાકરે આક્ષેપ કર્યો છે કે, ટેલિગ્રામ ચેનલમાં રૂપિયા 70 હજારમાં NEETના 170 પ્રશ્નો આપવાની ખાતરી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત સાયબર ક્રાઇમથી બચવા અલગ અલગ કોડવર્ડ યુઝ કરવામાં આવી રહ્યા છે. ટેલિગ્રામ ચેનલ સહિતના પુરાવાના આધારે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી છે. જેથી સાયબર ક્રાઈમ બ્રાન્ચે પુરાવાના આદારે તપાસ હાથ ધરી છે. એક ટેલિગ્રામ ગ્રુપની અંદર 25 જેટલા ગ્રુપની લિંક સોશિયલ એક્ટિવિસ્ટ શુભમ ઠાકરે જણાવ્યું હતું કે, અસંખ્ય ગ્રુપ Re-NEET લીકરના નામથી ચાલી રહ્યા છે, પરંતુ આ દરેક ગ્રુપમાં એક જ ક્લિકથી એન્ટર થવાતું નથી. એક ગ્રુપમાં એન્ટર થયા પછી અંદર 20થી 25 જેટલા ગ્રુપની લિંક હોય છે. જે બાદ અલગ અલગ ગ્રુપમાં અન્ટર થયા પછી છેલ્લે એડમિન સુધી પહોંચ્યા છે. જેમાં રાઘવ સરનું ગ્રુપ NEET હેન્ડલર નામથી કામ કરી રહ્યું છે. વિદ્યાર્થીઓ પાસેથી 5 કરોડથી વધુ રૂપિયા ઉઘરાવ્યા આ તમામ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી અત્યાર સુધીમાં 5 કરોડ કરતા વધુ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે. સાયબર ક્રાઈમ પકડી ન જાય તે માટે એક ગ્રુપમાંથી બીજા ગ્રુપમાં જવાતું હોય છે. જે સરળતાથી કોઈ એડમિશન સુધી પહોંચી ન શકે. ગ્રુપમાં જોડાવવા 500થી 10,000 ઉઘરાવે છે ટેલિગ્રામ ચેનલ પર કઈ રીતે કૌભાંડ ચાલે છે તે અંગે શુભમ ઠાકરે જણાવ્યું હતું કે, એક ગ્રુપમાં એન્ટર થયા પછી અલગ અલગ નામથી બીજા ગ્રુપમાં એડ કરવામાં આવે છે. ટેલિગ્રામ ચેનલનું એક વેબ બનાવવામાં આવ્યું છે. અલગ અલગ ગ્રુપમાં એન્ટર થવા 500થી લઈને 10,000 સુધીની ટોકન એમાઉન્ટ ઉઘરાવવામાં આવે છે. '60 હજારમાં 170 પ્રશ્નો આપવાનું કહ્યું હતું' જ્યારે અમે રાઘવ સુધી પહોંચ્યા ત્યારે તેણે રૂપિયા 60,000ની માંગ કરી હતી. જે બાદ Re-NEETની પરીક્ષા માટે 170 પ્રશ્નો આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. જે તમામ પ્રશ્નો Re-NEETની પરીક્ષામાં પૂછાશે. આ રીતે ખુલ્લેઆમ પેપર લીક કરવાની વાતો કરે છે તે રાઘવ જેવા લોકોને સત્તાનો ડર કેમ નથી? 'અમારી સાથે ધારાસભ્ય છે અને અમને સપોર્ટ કરી રહ્યા છે' ધારાસભ્ય પણ સંડોવાલેયા હોવાના આક્ષેપ સાથે શુભમે જણાવ્યું હતું કે, અત્યારે ભારત દેશની એજન્સીઓ તપાસમાં લાગી ચૂકી છે. CBI તપાસ કરી રહી છે છતાં પણ આવા વ્યક્તિઓને કોઈનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે, આ લોકોને ખબર છે કે, સિસ્ટમ તેમનું કંઈ બગાડી શકશે નહીં. મારી સાથે વાત થઈ ત્યારે રાઘવે એવું કહ્યું હતું કે, આ મારું આખું નેટવર્ક છે અને અમારી સાથે ધારાસભ્ય પણ છે. તે અમને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. અમને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં, પરંતુ જો અમે આપ્યા બાદ તમે પેપર લીક કરશો તો તમને મુશ્કેલી થઈ શકે છે. તંત્ર કંઈ બગાડી નહીં શકે તેવું સમજીને આ લોકો પેપર લીક કરી રહ્યા છે. કારણ કે, પોલિટિકલ સપોર્ટ મળતો હોવાથી પેપર લીક કરનારા લોકોને કોઈનો ડર લાગી રહ્યો નથી. 'પાસવર્ડ પ્રોટેક્ટેડ PDF મોકલવામાં આવે છે' સાયબર ક્રાઈમ અને NTAમાં ફરિયાદ કરવામાં આવી છતાં હજુ પણ ગ્રુપ એક્ટિવ હોવાના દાવા સાથે શુભમે જણાવ્યું હતું કે, Re-NEET લિર્ક્સ નામના ગ્રુપમાં અલગ અલગ PDF મોકલવામાં આવી હતી. જેમાં પણ પાસવર્ડ સેટ કરવામાં આવ્યો હતો. તેમજ તે પાસવર્ડ મેળવવા માટે પણ અલગ ગ્રુપમાં એડ થવું પડે છે અને રૂપિયા ચૂકવ્યા બાદ જ પાસવર્ડ મળતો હોય છે. તેથી આ તમામ વસ્તુઓ સાયબર ક્રાઈમને આપવામાં આવી છે. સાયબર ક્રાઈમથી બચવા કોડવર્ડનો ઉપયોગ સાયબર ક્રાઈમ પણ આ બધા પુરાવાના આધારે અત્યારે તપાસ કરી રહી છે. તેમજ સાયબર ક્રાઈમ પકડી ના પાડે તે માટે કોડવર્ડ વાપરવામાં આવે છે. જેમાં પેપર લેવા માટે પૈસા ઉઘરાવવા માટે અલગ અલગ કોડવર્ડ આપી સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું છે. પોલીસ પ્રશાસન અને NTA પકડી ન શકે તે માટે અલગ અલગ નામ આપવામાં આવે છે. સાયબર ક્રાઇમ અને NTAમાં ફરિયાદ કરવા છતાં હજુ પણ ગ્રુપ એક્ટિવ છે. 'તમામ પરીક્ષાઓ પ્રાઇવેટ એજન્સીને સોંપવામાં આવે છે' પેપર પ્રિન્ટ થાય ત્યાં કડક સુરક્ષા રાખવા અને ટેલિગ્રામ ચેનલ બંધ કરવાની માંગ સાથે શુભમ ઠાકરે જણાવ્યું હતું કે, આપણા દેશમાં તમામ પરીક્ષાઓ પ્રાઇવેટ એજન્સીને સોંપવામાં આવે છે. જેથી પેપરની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થતા હોય છે. હું ખુદ NEETની પરીક્ષા આપી ચૂક્યો છું. જેમાં એવા નિયમ બનાવવામાં આવ્યા હતા કે, એઆઇ સેન્સર કેમેરા કેમ્પસમાં લગાવવામાં આવ્યા છે. તેમજ વિદ્યાર્થીઓના હાથમાં રહેલો દોરો પણ ચલાવવામાં આવતો નથી. સરકાર દ્વારા કડક કાર્યવાહી કરે એવી અમારી માંગણી પેપર પ્રિન્ટ થતું હોય ત્યારે કેમ સુરક્ષા રાખવામાં આવતી નથી. પેપર પ્રિન્ટ થાય ત્યારે કોઇપણ પ્રકારની સુરક્ષા રાખવામાં આવતી નથી જેથી લીક થઈ રહ્યા છે. સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જ અમારી માંગણી છે અને જે પણ ગ્રુપ એક્ટિવ છે તેના સામે પણ કાર્યવાહી કરવામાં આવે. ટેલિગ્રામ ચેનલને બંધ કરવામાં આવશે તો જ પેપર લીક થતા અટકી શકશે.
Read Original Article →