નર્સની રીલ પર કોમેન્ટ કરીને શખ્સે અભદ્ર મેસેજ કર્યા:યુવતીના 5થી વધુ ફેક આઇડી બનાવ્યા, ફોટો મૂકી 'MY LOVE'લખ્યું; નવરંગપુરાની યુવતીએ ફરિયાદ નોંધાવા

Gujarat5/19/2026, 6:28:02 AM
નર્સની રીલ પર કોમેન્ટ કરીને શખ્સે અભદ્ર મેસેજ કર્યા:યુવતીના 5થી વધુ ફેક આઇડી બનાવ્યા, ફોટો મૂકી 'MY LOVE'લખ્યું; નવરંગપુરાની યુવતીએ ફરિયાદ નોંધાવા
અમદાવાદના નવરંગપુરામાં રહેતી નર્સની રીલ પર કોમેન્ટ કરીને અજાણ્યા શખ્સે અભદ્ર મેસેજ કર્યા હતા, ત્યારબાદ નર્સના નામનું ફેક આઈડી બનાવી તેમાંથી નર્સના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં 5 થી વધુ ફેક આઇડી બનાવી ગામના યુવકનો ફોટો મૂકી MY LOVE એવું લખાણ પણ લખ્યું હતું. જે અંગે નવરંગપુરા પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવકે 15 વખત ખોટી કોમેન્ટ કરીને મેસેજ કર્યા નવરંગપુરામાં રહેતી 21 વર્ષે ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે.સાથે જ ફ્રી લાન્સિંગ એન્કર તરીકે પણ કામ કરે છે. યુવતીને થોડા દિવસ અગાઉ રાતના સમયે એક મોટીવેશનલ પોસ્ટ મૂકી હતી, તેમાં યુવકે ખોટી કોમેન્ટ કરી હતી. યુવકે એક બે નહીં પરંતુ 15 વખત કોમેન્ટ કરી હતી. જેથી યુવતીએ કોમેન્ટ ડીલીટ કરી દીધી હતી, ત્યારબાદ યુવતીને યુવકે મેસેજ પણ કર્યા હતા. યુવતીએ પોલીસ ફરિયાદ કરવાનું કહેતા સામેવાળા વ્યક્તિ પોતાનું એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી દીધું હતું. યુવતીના 5થી વધુ ફેક આઇડી બનાવ્યા બીજા દિવસથી યુવતીને તેના જ નામના ફેક આઈડી પરથી રિકવેસ્ટ આવી અને યુવતીના ફોટોગ્રાફનો ઉપયોગ કરીને આઈડી બનાવવામાં આવ્યું હતું. આઈડીમાંથી યુવતીના ગામના યુવકનો ફોટો મૂકીને MY LOVE લખી સ્ટોરી મુકવામાં આવી હતી. થોડીવારમાં આ એકાઉન્ટ ડીએક્ટિવેટ થઈ ગયું હતું. યુવતીએ સ્ટોરી જોયા બાદ ડી એક્ટિવેટ કરી દેવાયા આમ એક જ દિવસમાં યુવતીના નામના પાંચથી વધુ ફેક એકાઉન્ટ બન્યા હતા અને તેમાંથી ગામના યુવકનો ફોટો મૂકી MY LOVE નું લખાણ લખ્યું હતું.તમામ એકાઉન્ટ યુવતીએ સ્ટોરી જોયા બાદ ડી એક્ટિવેટ કરી દેવામાં આવતા હતા.એક એકાઉન્ટમાંથી તો યુવતી સાથે અભદ્ર ભાષામાં વાતચીત કરતા મેસેજ પણ આવ્યા હતા. યુવતીએ ફરિયાદ નોંધાવી સમગ્ર મામલે યુવતીએ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. હાલ નવરંગપુરા પોલીસ દ્વારા ટેકનીકલ એનાલિસિસના આધારે તપાસ કરવામાં આવી રહી છે.સાથે જ મેસેજ કોણ કર્યા તેની તપાસ કરવામાં આવી રહી છે.
Read Original Article →