નવજીવન ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગો માટે ડાન્સ વર્કશોપ:સમરકેમ્પ અંતર્ગત કૃતિકાબેન પ્રજાપતિએ શીખવ્યા નવા સ્ટેપ્સ

Gujarat5/20/2026, 8:22:56 AM
નવજીવન ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગો માટે ડાન્સ વર્કશોપ:સમરકેમ્પ અંતર્ગત કૃતિકાબેન પ્રજાપતિએ શીખવ્યા નવા સ્ટેપ્સ
નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ લાભાર્થીઓ માટે એક ચાર દિવસીય ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ ટ્રસ્ટના સમરકેમ્પ અંતર્ગત યોજાયો હતો. આ વર્કશોપમાં નિષ્ણાત કૃતિકાબેન પ્રજાપતિએ છાપાનો ઉપયોગ કરીને ડાન્સની અનોખી શૈલી શીખવી હતી. આ પદ્ધતિમાં છાપાને જુદી જુદી શૈલીમાં ફેરવવામાં આવે છે અને વિદ્યાર્થીઓએ છાપાની ગતિ અનુસાર ફરવાનું રહે છે. આ ટેકનિકથી શરીરના તમામ અવયવોની હલનચલન થાય છે. વિદ્યાર્થીઓને માત્ર સંગીત પર ડાન્સ કરવાની ખૂબ મજા આવી હતી. કુલ 25 મનોદિવ્યાંગ લાભાર્થીઓએ આ ડાન્સ વર્કશોપમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Read Original Article →