ધાર્મિક ઉત્સવની સાથે માનવસેવાનો અનોખો સમન્વય:નરોડાના SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે 1300 કિલોથી વધુ કેરીઓ સાથે આમ્રોત્સવ ઉજવાયો, વૃદ્ધાશ્રમો અને હોસ્પિટલોમાં કેરીના પ્રસાદનું વિતરણ

Gujarat6/8/2026, 3:25:02 PM
ધાર્મિક ઉત્સવની સાથે માનવસેવાનો અનોખો સમન્વય:નરોડાના SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે 1300 કિલોથી વધુ કેરીઓ સાથે આમ્રોત્સવ ઉજવાયો, વૃદ્ધાશ્રમો અને હોસ્પિટલોમાં કેરીના પ્રસાદનું વિતરણ
નરોડા સ્થિત SMVS સ્વામિનારાયણ મંદિર ખાતે રવિવારના રોજ ઘનશ્યામ મહાપ્રભુને 1300 કિલોથી વધુ વિવિધ જાતની કેરીઓ અર્પણ કરીને ભવ્ય આમ્રોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં કેરીઓની અલૌકિક સજાવટ અને દિવ્ય શણગારના દર્શન માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને વિવિધ રંગબેરંગી અને સુગંધિત પુષ્પોથી નિર્મિત વિશિષ્ટ પુષ્પવાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. ભગવાનના આ દિવ્ય સ્વરૂપના દર્શન કરીને હરિભક્તો ભક્તિભાવથી ઓતપ્રોત બન્યા હતા. 4000થી વધુ ભક્તોએ લીધો લાભ ઉત્સવ નિમિત્તે આયોજિત સત્સંગ સમારોહમાં સંતોના આશીર્વચન, ભજન-કીર્તન અને આધ્યાત્મિક પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન 4000થી વધુ હરિભક્તો અને દર્શનાર્થીઓએ ઉપસ્થિત રહી દર્શન તથા સમાગમનો લાભ લીધો હતો. પ્રસાદનું સામાજિક વિતરણ ભગવાનને અર્પણ કરવામાં આવેલી કેરીઓને પ્રસાદરૂપે સમાજસેવાના ઉમદા કાર્ય સાથે વિવિધ વૃદ્ધાશ્રમોમાં તથા હોસ્પિટલોમાં દર્દીઓને વિતરણ કરવામાં આવી હતી. આ સેવા પ્રવૃત્તિથી વૃદ્ધાશ્રમના રહેવાસીઓમાં આનંદ અને આત્મીયતાની લાગણી પ્રસરી હતી. સ્વામિનારાયણ ભગવાન દ્વારા પ્રસ્થાપિત કરાયેલી ભક્તિ, સેવા અને ઉત્સવની પરંપરાને અનુસરીને ગુરુદેવ બાપજી તથા ગુરુવર્ય સ્વામીના આશીર્વાદથી આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિકતા અને માનવસેવાના સમન્વયરૂપ આ કાર્યક્રમને હરિભક્તો તેમજ સમાજના વિવિધ વર્ગોમાંથી ભારે પ્રશંસા પ્રાપ્ત થઈ હતી.
Read Original Article →