નરોડા GIDCમાં MSN ઇન્ટરમીડીયેટ્સ કંપનીની આગ કાબૂમાં, એકનું મોત:2 ઈજાગ્રસ્ત સારવાર હેઠળ, કંપનીમાં વિસેલમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થયો, ટ્રક પણ ઝપેટમાં આવી
અમદાવાદના નરોડા GIDCમાં અર્બુદા કાંટા પાસે આવેલા કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળ ઉપર રવાના કરવામાં આવી હતી. કેમિકલની ફેક્ટરીના હોવાના કારણે બ્લાસ્ટ થયો હોવાનું પણ જાણવા મળ્યું છે. ફાયરબિગ્રેડની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો છે. નરોડા GIDC ફેઝ 3ની કંપનીમાં આગ
ફાયર બ્રિગેડના પ્રાથમિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નરોડા GIDC વિસ્તારમાં ફેઝ 3માં આવેલી એક કેમિકલની કંપનીમાં આગ લાગી હતી.જેમાં બોઈલરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો છે.બ્લાસ્ટ થયો હોવાના કારણે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે.જેમને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 'પોલીસ, ફાયર અને GPCB તપાસ કરી રહી છે'
ફાયર ઓફિસર જે.એસ.ગઢવીએ જણાવ્યું હતું કે નરોડા જીઆઇડીસીમાં કેમિકલ ટેન્કમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો.ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં એક હાઈડ્રોજન ટેંક હતી. જેમાં હાઇડ્રોજન ભરેલું હતું અને આગ લાગી હતી.ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લીધી છે.હાલમાં પોલીસ, ફાયરબ્રિગેડ અને GPCB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સારવાર સમયે એકનું મોત થયું:ઝોન 4 ડીસીપી
ઝોન 4 ડીસીપી અતુલ બંસલે જણાવ્યું હતું કે નરોડા જીઆઇડીસી વિસ્તારમાં MSN ઇન્ટરમિડીયેટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં કોઈ રિએક્શનના કારણે બ્લાસ્ટ થવાની ઘટના બની હતી.ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. ત્રણ લોકોને ઈજા થઈ હતી.જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે,જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હાલ હોસ્પિટલમાં દાખલ છે. કંપની દ્વારા ક્યાં બેદરકારી દાખવવામાં આવી છે તે અંગેની તપાસ કરવામાં આવશે.ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને જીપીસીબી વગેરેની ટીમ દ્વારા તપાસ કરી રિપોર્ટ આપવામાં આવશે.તેના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →