પાર્કિંગ મુદ્દે મ્યુનિ.નું કડક વલણ:સોસાયટીઓ વધારાની પાર્કિંગની જગ્યા ભાડે આપી શકશે, દબાણ નથી તેનું સેલ્ફ ડેક્લેરેશન આપવું પડશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા નિવારવા નવી ગાઈડલાઈન અમલી બનાવવામાં આવી છે. હવે સોસાયટી કે કોમર્શિયલ બિલ્ડિંગના માર્જિનમાં દબાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. જો બીયુ પરમિશન વખતે દર્શાવેલી પાર્કિંગની જગ્યાનો અન્ય ઉપયોગ થતો જણાશે, તો બિલ્ડિંગની મંજૂરી રદ થઈ શકે છે. દરેક સોસાયટીએ દર વર્ષે પાર્કિંગ દબાણમુક્ત હોવાનું ‘સેલ્ફ ડેક્લેરેશન’ આપવું ફરજિયાત રહેશે. સોસાયટીઓ માટે કમાણીની તક પણ છે. જો વધારાની પાર્કિંગની જગ્યા હોય, તો તેઓ કોર્પોરેશનના માધ્યમથી અન્ય લોકોને ભાડે આપી શકશે, જેનું ભાડું સોસાયટી પોતે નક્કી કરશે. રોડ પર અનધિકૃત પાર્કિંગ ન થાય તે માટે સોસાયટીએ વોચમેન રાખવો પડશે અને મુલાકાતીઓના વાહનો બિલ્ડિંગની અંદર જ પાર્ક થાય તે સુનિશ્ચિત કરવું પડશે. જૂની બિલ્ડિંગો માટે મુલાકાતી પાર્કિંગની વ્યવસ્થા કરવી એક પડકાર રહેશે, પરંતુ આ નવી પોલિસીથી રોડ પરનું દબાણ ઘટશે. પાર્કિંગની માહિતી એપ પર જાહેર કરવી પડશે
Read Original Article →