મ્યુનિ.એ નવી નીતિ નક્કી કરી:મોલ, હોસ્પિટલ, મોટી સોસાયટીઓએ કચરાનો નિકાલ જાતે કરવો પડશે, નહિતર FIR થઈ શકે

Gujarat5/13/2026, 12:00:00 AM
મ્યુનિ.એ નવી નીતિ નક્કી કરી:મોલ, હોસ્પિટલ, મોટી સોસાયટીઓએ કચરાનો નિકાલ જાતે કરવો પડશે, નહિતર FIR થઈ શકે
શહેરમાં 20 હજાર ચો. મી.થી વધુનું ક્ષેત્રફળ ધરાવતી કે 40 હજાર લિટર પાણીનો ઉપયોગ કરતી કે પ્રતિદિન 100 કિલો કચરો ઉત્પન્ન કરતી હોટેલ, રેસ્ટોરાં, ધાર્મિક સંસ્થા, સરકારી-અર્ધસરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થા, યુનિવર્સિટી, મોટા રહેણાક એપાર્ટમેન્ટ, ફ્લેટ સોસાયટીઓ, શોપિંગ મોલ્સ, કોમર્શિયલ એકમો માટે મ્યુનિ.એ નવી નીતિ નક્કી કરી છે. આ એકમોએ કચરાનો નિકાલ પોતાની રીતે જ કરવાનો રહેશે. જો તેમ નહિ કરવામાં આવે તો તેમની સામે દંડની સાથે પોલીસ ફરિયાદ થઈ શકે છે. કચરાને શેરી, ખુલ્લી જગ્યા, ગટર કે જળાશયોમાં ફેંકવો, બાળવો કે દાટવો ગુનો ગણાશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ નવી નીતિ નક્કી કરાઈ છે, જેનો ટૂંક સમયમાં કડકાઈથી અમલ કરાશે. શહેરમાં બલ્ક વેસ્ટ જનરેટર જેવી એક નવી કેટેગરી મ્યુનિ.એ ઊભી કરી છે. આ એકમો દ્વારા મોટી માત્રામાં વેસ્ટ ઉત્પન્ન કરાતો હોવાથી તેના નિકાલની જવાબદારી પણ તેમની જ નક્કી કરાઈ છે. આ મામલે અધિકારી સામે પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. અધિકારીએ ફરજ નિભાવવામાં બેદરકારી રાખી હશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે માત્ર 29% કચરો અલગ થાય છે શહેરમાં રોજ સરેરાશ 3200 ટન કચરો પેદા થાય છે. તેમાંથી 29 ટકા એટલે કે માત્ર 928 ટન કચરો સૂકા-ભીના એમ બે ભાગમાં અલગ કરાય છે. ઘરે ઘરે કચરો ઉપાડવાનો વર્ષનો ખર્ચ રૂ.350 કરોડ છે. ગંદકી ફેલાવતા કુલ 3.53 લાખને નોટિસ મ્યુનિ.એ દોઢ વર્ષમાં એટલે કે જાન્યુઆરી 2025થી મે 2026 સુધી શહેરમાં ગંદકી ફેલાવતાં 3,54,325 એકમને નોટિસ આપી તેમની પાસેથી 16.95 કરોડનો દંડ પણ વસૂલ્યો છે. 4 કેટેગરીમાં કચરાનું વર્ગીકરણ કરવું તમામ માટે ફરજિયાત જોખમી કચરો એક્સપાયર્ડ દવાઓ, દવાનાં ખાલી પેકેટ, જંતુનાશકો અને બગીચાનાં અન્ય રસાયણો સેનેટરી કચરો રેઝર, બ્લેડ, સેનેટરી નેપકિન, બેબી-એડલ્ટ ડાયપર, વપરાયેલા ટેમ્પોન્સ, સોય, સિરીંજ સારવારમાં વપરાયેલું રૂ ભીનો કચરો શાકભાજી, ફળનાં છોતરાં, બચેલો ખોરાક, સડેલાં ફળ, શાકભાજીનાં પાન-નાની ડાળીઓ, ઘાસ સૂકો કચરો કાચ, રબર, સૌંદર્ય પ્રસાધનો, બ્રશ, જૂનાં કપડાં, સ્ટેશનરી, ધાતુના કટાયેલા ડબા, બોટલો, દૂધની થેલી
Read Original Article →