મહિલા શક્તિ, એકતા અને રમતગમતનો અનોખો સંગમ:“Play For Unity” ના સંકલ્પ સાથે MPWCL વુમન્સ સીઝન-1નું ભવ્ય આયોજન
મોઢ પાટીદાર સમાજની મહિલાઓ દ્વારા એકતા અને સશક્તિકરણનો પ્રેરણાદાયક સંદેશ આપતું મોઢ પાટીદાર વિમેન્સ ક્રિકેટ લીગ (MPWCL) વુમન્સ સીઝન-1 નું નરોડા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટે આયોજિત આ અનોખી ટુર્નામેન્ટમાં આશરે 130 મહિલા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઘરેલુ જવાબદારીઓ સાથે મેદાનમાં ઉતરી મહિલાઓએ પોતાની ક્ષમતા, આત્મવિશ્વાસ અને પ્રતિભાનો ઉત્તમ પરિચય આપ્યો. ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ ફક્ત રમતગમત પૂરતો સીમિત ન રહી, પરંતુ સમાજની બહેનોને એક મંચ પર લાવી એકતા, સહકાર અને મહિલા સશક્તિકરણ ને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. આ પ્રસંગે આયોજક મહિલા કમિટી અને તમામ ટીમોની કેપ્ટન્સે “Play For Unity” ના સંકલ્પ સાથે વિજેતા ટ્રોફી સાથે ગૌરવભેર ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવ્યો. 10 ટીમો વચ્ચે મેચ રમાઈ હતી જેમાંથી ગોલ્ડન સ્ટાર અને પિન્ક પેન્થર્સ વચ્ચે ફાઇનલ મેચ યોજાઈ હતી તેમાં પિન્ક પેન્થર્સ 6 વિકેટ મેળવી જીત હાંસિલ કરી હતી જયારે ગોલ્ડન સ્ટાર રનર્સ અપ થઇ હતી.
Read Original Article →