આરોપીને સાડા ત્રણ વર્ષની કેદ:માઉન્ટ કાર્મેલ સ્કૂલના સ્કૂલવાન ડ્રાઈવરે બાળકીને શારીરિક અડપલા અને જાતીય સત્તામણી કરી હોવાનો હતો આક્ષેપ

Gujarat5/28/2026, 4:04:01 PM
આરોપીને સાડા ત્રણ વર્ષની કેદ:માઉન્ટ કાર્મેલ સ્કૂલના સ્કૂલવાન ડ્રાઈવરે બાળકીને શારીરિક અડપલા અને જાતીય સત્તામણી કરી હોવાનો હતો આક્ષેપ
નવરંગપુરાની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં પ્રાઇવેટ સ્કૂલવાન ચલાવતો વિપુલ ઠાકોરને બાળકીને સ્કૂલેથી ઘરે લાવવા-લઇ જવાના રસ્તામાં તેણીના શરીરે અડપલાં કરી જાતીય સતામણી કરવાના કેસમાં પોકસો કોર્ટે દોષિત ઠરાવીને સાડા ત્રણ વર્ષની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આરોપીને જાતીય હુમલા માટે જવાબદાર ગણ્યો કોર્ટે આરોપીને દોષિત ઠરાવતા નોંધ્યુ છે કે, બાળકીની સાડાત્રણ વર્ષની ઉમર જોતાં પોલીસ કે મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન ન લેવાયેલું પગલું બાળકના હિતમાં યોગ્ય હતું. માત્ર પોલીસ તપાસની ખામી કે કોઈ સાક્ષીના ફરી જવાથી આરોપીને છોડી શકાય નહીં. વિડીયો ક્લિપમાં બાળકીનું કથન કુદરતી અને સાચું જણાય છે. કોર્ટે આરોપીને શારીરિક સ્પર્શ અને જાતીય હુમલા માટે જવાબદાર ગણ્યો હતો. FSL મુજબ વીડિયો ક્લિપ્સમાં કોઈ છેડછાડ થઈ નહોતી નવરંગપુરાની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં પ્રાઇવેટ સ્કૂલવાન ચલાવતો વિપુલ ઠાકોર ઓગસ્ટ-2022 થી ઓક્ટોબર-2022 દરમિયાન બાળકીને સ્કૂલેથી ઘરે લાવવા-લઇ જવાના રસ્તામાં તેણીના શરીરે અડપલાં કરી જાતીય સતામણી ગુજારતા પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ મુકયુ હતુ. જે કેસ ચાલતા પ્રોસિક્યુશને સાક્ષીઓ અને દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કર્યો હતો. આ ઉપરાંત બાળકીએ પોતાની કાલીઘેલી ભાષામાં માતા-પિતાને કરેલી રજૂઆતનો મોબાઇલ વિડીયો ઉતારી પેનડ્રાઇવ અને DVD દ્વારા રજૂ કરાયો હતો. FSL મુજબ વીડિયો ક્લિપ્સમાં કોઈ છેડછાડ થઈ નહોતી. આરોપીના મોબાઇલની ગુગલ સર્ચ હિસ્ટ્રીમાંથી પોર્ન સાઇટ્સ સર્ચ કરાયેલી મળી આવી હતી, જે તેનું ગુનાહિત માનસ દર્શાવતુ હતુ. આથી સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીને મહત્તમ સજા કરવી જોઈએ. ત્યારબાદ કોર્ટે આરોપીને ગુનેગાર ઠરાવીને સાડા ત્રણ વર્ષની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
Read Original Article →