‘અહીં જ મરી જઈશ પણ મારું મકાન તોડવા નહીં દઉ’:મકાન ખાલી કરવાની સૂચના મળતાં જ સ્થાનિકો વિફર્યા; આસારામ આશ્રમ પાસે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

Gujarat6/6/2026, 3:34:29 AM
‘અહીં જ મરી જઈશ પણ મારું મકાન તોડવા નહીં દઉ’:મકાન ખાલી કરવાની સૂચના મળતાં જ સ્થાનિકો વિફર્યા; આસારામ આશ્રમ પાસે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
અમદાવાદના મોટેરા જૂના ગામમાં આસારામ આશ્રમ પાસે આવેલા મકાનોના ગેરકાયદેસર ભાગને આજે(6 જૂન) સવારે ડિમોલિશન કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા કરવામાં આવશે. ચાંદખેડા પોલીસના બંદોબસ્ત સાથે મકાનોના ગેરકાયદેસર ભાગને તોડી પાડવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશને ભાડું અને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનું કહ્યું હોવા છતાં મકાનો ખાલી કરવામાં આવ્યા નથી. 17 મકાનોના ગેરકાયદેસર ભાગને તોડી પડાશે. મોટેરા જૂના ગામમાં AMCની ટીમ પહોંચતા જ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો મકાનના દસ્તાવેજ લઇને રસ્તે ઉતરી ગયા છે. પોલીસ અને AMCની ટીમ ગામમાં આવતા જ સ્થાનિકોએ રોક્યા હતા. બાદમાં સ્થિતિ વણસતા અધિકારીઓએ માઇકમાં એનાઉસ કરીને 30 મિનિટમાં મકાન ખાલી કરવાની સૂચના આપી હતી. સૂચના મળતાં જ સ્થાનિકો વિફર્યા હતા.
Read Original Article →