કુદરતનો અવિસ્મરણીય નજારો:રાજકોટ-અમદાવાદ હાઈવે પર સાયલા પાસે મિનિ ‘ટોર્નેડો’, વાહનો થંભી ગયા, રસ્તા ઉખડ્યા, કરા સાથે ધોધમાર વરસાદ!
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બુધવારે સાંજે 7:10 વાગ્યે જાણે આકાશમાંથી વાદળોથી ગૂંથાયેલી દોરી જમીન પર ઉતરતી હોય તેવું દૃશ્ય જોવા મળ્યું હતું. હાઈવે પર આંધીનો માહોલ સર્જાયો હતો. પવનની તીવ્ર ગતિએ ધૂળ ઉડાડ્યા બાદ ડિવાઈડરના છોડ સહિતની વસ્તુઓ ઉખાડી ફેંકી હતી. કુદરતનું આ રૌદ્ર સ્વરૂપ જોઈને આખા હાઈવે પરના વાહનો થંભી ગયા હતા. આ મિનિ ટોર્નેડો થોડી વાર પછી આગળ વધી પેટ્રોલ પંપ પાસે ભારે તારાજી સર્જી હતી. સતત વીજળીના કડાકા, ભારે વરસાદ અને મસમોટાં કરાએ લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા. આ ફનલ ક્લાઉડ, જ્યાં ઉતરે ત્યાં તબાહી સર્જે છે હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, હાલની સ્થિતિમાં એટલે કે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીમાં સીબી ક્લાઉડ બનતા હોય છે. આ લોકલ ફોર્મેશનની ઊંચાઈ જમીનથી 1000થી 1500 મીટર હોય છે, જે ઓછી કહેવાય. તેને કારણે વાદળો જમીન સુધી ખેંચાય છે અને આ દૃશ્યને ‘ફનલ ક્લાઉડ’ કહેવાય છે. ભારે પવન ને લીધે જાનહાનિ સર્જાઈ શકે છે.
Read Original Article →