મંડે પોઝિટિવ:વેપારીનો સેવાયજ્ઞ: લાખોની સારવાર માટે મદદરૂપ આયુષ્માન કાર્ડ, રેશન કાર્ડ કલાકોમાં નિઃશુલ્ક કઢાવી આપે છે, સાત વર્ષમાં 80 દર્દીને મદદ કરી

Gujarat5/25/2026, 12:00:00 AM
મંડે પોઝિટિવ:વેપારીનો સેવાયજ્ઞ: લાખોની સારવાર માટે મદદરૂપ આયુષ્માન કાર્ડ, રેશન કાર્ડ કલાકોમાં નિઃશુલ્ક કઢાવી આપે છે, સાત વર્ષમાં 80 દર્દીને મદદ કરી
ગંભીર બીમારી વખતે હોસ્પિટલના લાખો રૂપિયાના ખર્ચ સામે આયુષ્માન કાર્ડ ગરીબ તથા મધ્યમવર્ગીય લોકો માટે મોટો આર્થિક આધાર બને છે. સરકારી પ્રક્રિયા મુજબ નવું આયુષ્માન કાર્ડ બનતાં પાંચ દિવસ અને રેશનકાર્ડ બનતાં ચાર દિવસ લાગે છે. દર્દીની સારવારમાં વિલંબ ન થાય તે હેતુથી મણિનગરમાં કરિયાણાની દુકાન ચલાવતા હર્ષદ પટેલ દર્દીના પરિજનની મદદ કરે છે. તેઓ સરકારી કચેરીની કામગીરી ત્રણથી ચાર કલાકમાં પૂરી કરાવી દર્દીને તાત્કાલિક આયુષ્માન કાર્ડ કઢાવી આપે છે. આ કામમાં સંબંધિત કચેરી કર્મચારીથી માંડી તમામ અધિકારી તેમને મદદ કરે છે. છેલ્લાં સાત વર્ષથી હર્ષદ પટે કોઈ આર્થિક સ્વાર્થ કે ફી વિના આ કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે 80થી વધુ ગંભીર બીમાર દર્દીઓને રેશન અને આયુષ્માન કાર્ડ કઢાવી આપી સારવારમાં મદદ કરી છે. જે પરિવારને અગાઉ મદદ મળી હોય તેમના થકી જ અન્ય દર્દીઓ એમના સંપર્ક સુધી પહોંચે છે. મહિલાને આયુષ્માન કાર્ડ કઢાવી આપતાં સર્જરી શક્ય બની હૃદયની તકલીફ સાથે દાખલ થયેલા સિનિયર સિટીઝનને તુરંત કાર્ડ કઢાવી આપ્યું કેન્સરના દર્દીને તાત્કાલિક મદદ કરી કાર્ડ વિશે સમજણ આપી ખર્ચ બચાવ્યો
Read Original Article →