મેમનગરની સરદાર પટેલ ગર્લ્સ હોસ્ટેલની 60 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ:તાવ અને વોમિટિંગ થતા હોસ્પિટલમાં દાખલ કરાઈ
અમદાવાદના મેમનગરમાં આવેલી સરદાર પટેલ (SP) ગર્લ્સ હોસ્ટેલની 57 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગના કારણે સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીનીઓને ઝાડા, ઉલટી અને વિકનેસના સિમ્પ્ટમ્સ સાથે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતી. એક બાદ એક વિદ્યાર્થીનીઓને તકલીફ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કેટલાક વિદ્યાર્થીઓને ભારે તાવ અને વોમિટિંગ થઈ રહી છે, તો કેટલાકનું બ્લડ પ્રેશર ફ્લક્ચુએટ થઈ રહ્યું છે. સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં તમામ વિદ્યાર્થીનીઓની સારવાર ચાલી રહી છે, જેમાં કેટલાકને ઈમરજન્સી વોર્ડમાં સારવાર ચાલે છે તો કેટલાક OP અને ઓબ્ઝર્વેશન હેઠળ છે. ગઈકાલથી લઈ આજ સુધીમાં 57 વિદ્યાર્થીઓની તબિયત લથડી ગઈ હોવાની માહિતી મળી રહી છે. AMCએ કહ્યુ, હાલ 18 હાલમાં દાખલ છે, બાકી સ્વસ્થ છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, 57 જેટલી વિદ્યાર્થીનીઓ દ્વારા સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે લાવવામાં આવી હતી. 21 જેટલી વિદ્યાર્થીનીઓને દાખલ કરવામાં આવી હતી. 18 હાલમાં હોસ્પિટલમાં દાખલ છે જ્યારે ત્રણ જેટલી વિદ્યાર્થીનીઓને રજા આપવામાં આવી છે. 36 જેટલી વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં પ્રાથમિક રીતે સારવાર આપી અને રજા આપી દેવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓને ઝાડા- ઉલટી અને તાવ જેવી ફરિયાદ હતી
Read Original Article →