16 વર્ષીય સગીરાને ગર્ભપાત માટે હાઈકોર્ટની મંજૂરી:મહેસાણાની દુષ્કર્મ પીડિતાને 25 સપ્તાહનો ગર્ભ, DNA સેમ્પલ એકત્ર કરી તપાસ અધિકારીને સોંપાશે
ગુજરાત હાઇકોર્ટમાં 16 વર્ષીય સગીરાના 25 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી. આરોપી સામે મહેસાણાના સતલાસણા પોલીસ મથક ચાલુ વર્ષે ગુનો નોંધાયો હતો. સગીરા આગળ ગર્ભ ચાલુ રાખવા માંગતી ન હોવાથી આ અરજી કરવામાં આવી હતી. મેડિકલ રિપોર્ટ બાદ હાઈકોર્ટે ગર્ભપાત માટે મંજૂરી આપી
આ અરજી સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે મહેસાણાની સરકારી હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ગર્ભપાતમાં કેટલું જોખમ રહેલું છે, તેનો રિપોર્ટ આપવાનો હતો. હોસ્પિટલના રિપોર્ટ મુજબ સગીરાનો ગર્ભપાત શક્ય છે. ગુજરાત હાઇકોર્ટે મેડિકલ રિપોર્ટને આધારે સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી છે.સગીરાના ગર્ભના DNA સેમ્પલ તપાસ અધિકારીને સોંપવાનું રહેશે. જેથી આરોપી સામે મજબૂત પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાય. આ ઉપરાંત તેના ગર્ભપાત પહેલા તેમાં રહેલા જોખમ વિશે સગીરાને માહિતી આપવામાં આવશે. તેના ગર્ભપાત સમયે સંપૂર્ણ પ્રકારની કાળજી રાખવાની રહેશે.જો બાળક જીવિત જન્મે તો તેને જન્મ બાદ યોગ્ય મેડિકલ સેવા ઉપલબ્ધ કરાવવાની રહેશે. જો સગીરા બાળક રાખવા ઇચ્છતી ન હોય તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવાની રહેશે.
Read Original Article →