ફાયરબ્રિગડે 30 મિનિટમાં આગ કાબૂમાં લીધી:સાબરમતી રિવરફ્રન્ટ પર ખાનગી બોટમાં ભીષણ આગ

Gujarat6/5/2026, 12:00:00 AM
ગાંધીબ્રિજ નીચે રિવરફ્રંટ પર લાંગરીને રાખેલી એક બોટમાં અચાનક આગ લાગી હતી. આગના પગલે ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી, એક ગાડી દ્વારા તો બ્રિજ પર થી જ પાણીનો મારો શરૂ કરી દીધો હતો. 30 મિનિટ સુધીની કામગીરી બાદ આગ બુઝાઈ હતી. સાથે જ આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યુ ન હતુ, શોર્ટસર્કિટથી આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. સાબરમતી નદીમાં બોટિંગની પ્રવૃત્તિઓ બંધ હોવાથી આ ખાનગી બોટને ગાંધીબ્રિજ નીચે લાંગરીને રાખવામાં આવી હતી. આ દરમિયાન ગુરુવારે સવારના સમયે એક ખાનગી કંપનીની બોટમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે ફાયર ટીમે નીચે ઉતરવાના બદલે ગાંધીબ્રિજ પરથી જ બોટ પર પાણીનો મારો ચલાવવાનું શરૂકર્યું હતુ. ફાયર ફાયટરોની 3 ગાડીઓ દ્વારા બે બાજુથી લગભગ 30 મિનિટ સુધી પાણીનો મારો કરીને આગ બુઝાવી હતી. જો કે બોટ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. હાલ બોટીંગ બંધ હોવાથી ત્યાં કોઈની અવરજવર ન હોવાથી આ દુર્ઘટનામાં જાનહાની ટળી હતી.
Read Original Article →