મારુતિ ટેકનોપ્રોજેક્ટ અને હાયર ઘેન હોપ ફાઉન્ડેશનનો સહયોગ:જરૂરિયાતમંદોને ચંપલ અને સમર કેપનું વિતરણ
મારુતિ ટેકનોપ્રોજેક્ટ એલએલપી અને હાયર ઘેન હોપ ફાઉન્ડેશનના સહયોગથી જરૂરિયાતમંદ લોકોને ચંપલ અને સમર કેપનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પહેલનો હેતુ કાળઝાળ ગરમીમાં ખુલ્લા માથે અને ખુલ્લા પગે કામ કરતા લોકોને શરીર અને માથાને રક્ષણ પૂરું પાડવાનો છે. હાયર ઘેન હોપ ફાઉન્ડેશનના સ્થાપક ક્ષિતિજ ઠાકોર અને પરેશ શેઠે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, તેમની સંસ્થા જીવનના અંતિમ તબક્કામાં જીવતા અને કેન્સર સામે લડતા દર્દીઓ (કેન્સર યોદ્ધાઓ) માટે સક્રિયપણે કાર્યરત છે.આ ઉપરાંત, હાયર ઘેન હોપ ફાઉન્ડેશન અન્ય અનેક સંસ્થાઓ સાથે મળીને વિવિધ સમાજલક્ષી કાર્યો પણ કરતું આવ્યું છે.
Read Original Article →