સિટી એન્કર:મણિનગરના વિદ્યાર્થીઓ વેકેશનમાં પરસેવો પાડી રૂ.₹7 લાખ કમાયા, તેમાંથી ઓટિઝમપીડિત બાળકોને થેરાપી અને લર્નિંગ સામગ્રી આપી

Gujarat5/13/2026, 12:00:00 AM
સિટી એન્કર:મણિનગરના વિદ્યાર્થીઓ વેકેશનમાં પરસેવો પાડી રૂ.₹7 લાખ કમાયા, તેમાંથી ઓટિઝમપીડિત બાળકોને થેરાપી અને લર્નિંગ સામગ્રી આપી
મણિનગરની એક શાળાના વિદ્યાર્થીઓએ વેકેશનમાં મજૂરી અને નાનાં કામો કરીને ભેગા કરેલા રૂ.7 લાખના ભંડોળમાંથી 29 એપ્રિલે શહેરના એક ચૅરિટેબલ ટ્રસ્ટને 15 હજાર રૂપિયાનાં થેરાપી અને લર્નિંગ સામગ્રી અર્પણ કરી હતી. આનંદ નિકેતન સ્કૂલ 17 વર્ષથી ‘મેક અ વિશ’ પહેલ ચલાવે છે. પ્રી પ્રાઇમરીથી 12 ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓ ખરી કમાઈ કરીને શાળામાં રૂપિયા જમા કરાવે છે અને એ ભંડોળમાંથી આખા વર્ષમાં 3 વાર બાળકો વૃદ્ધાશ્રમો, અનાથાશ્રમો, જીવદયા વગેરે માટે આર્થિક સહાય પૂરી પાડ છે. શાળાનાં ડાયરેક્ટર હરપ્રીત શાહે વર્ષ 2009માં 40 બાળક સાથે આ પહેલ શરૂ કરી હતી. એ વખતે રૂ.725 એકઠા કર્યા હતા અને આજે 2026માં 1680 વિદ્યાર્થીએ 7 લાખનું ભંડોળ એકઠું કર્યું છે. શાળાનાં ડાયરેક્ટર હરપ્રીત શાહ 1980માં જે શાળામાં ભણ્યાં ત્યાં ખરી કમાઈ કરવાની પ્રથા હતી. એટલે પોતે આનંદ નિકેતન સ્કૂલનાં ડાયરેક્ટર બન્યાં ત્યારે ખરી કમાઈ થકી અભાવગ્રસ્તોની મદદ કરવાની યોજના અમલમાં મૂકી. શાળા છોડીને ગયેલા અનેક વિદ્યાર્થીઓ હજી પણ લોકોની મદદ કરી રહ્યા છે. શ્વાનો માટે રહેવા, ખાવાપીવાની વ્યવસ્થા કરી સ્કૂલમાં પડેલી ટેવ સ્કૂલ છૂટ્યા પછી પણ ગઈ નથી. આપણી પાસે ઘણું બધું છે, એમાંથી સમાજને પાછું આપવું જોઈએ. એટલે આજે પણ હું અને મારો પરિવાર પણ પશુસેવા કરીએ છીએ. હોટેલમાં જમવા જાઉં ત્યારે વંચિત બાળકો માટે પાર્સલ બંધાવું છું. સોસાયટી કૂતરાં રાખવાના વિરોધમાં હતી ત્યારે મેં એમને રહેવા, ખાવાપીવાની વ્યવસ્થા કરી. હું અને મારા પપ્પા હંમેશાં કૂતરાં માટે બિસ્કિટ સાથે રાખીએ છીએ. - પદ્મજા સાલ્વી, એમબીએ સ્ટુડન્ટ મહેનતની કમાણીમાંથી મદદ કરવાનો આનંદ છે સ્કૂલની પહેલથી મહેનત કરીને પૈસા કમાતાં શીખ્યો. ઘરમાં મમ્મીને, ઑફિસમાં પપ્પાનાં કામ કરી ખરી કમાઈ કરું છું. ફટાકડા ઓછા લઈને, જન્મદિવસે મળેલા રૂપિયા બચાવી સ્કૂલમાં આપું છું. આ વખતે સૌથી વધારે રૂ.2500 આપ્યા છે. મહેનતથી કમાયેલા પૈસાથી જાતે મદદ કરવાનો આનંદ આવે છે. - આદિત્ય અગ્રવાલ, વિદ્યાર્થી
Read Original Article →