મકરબા બ્રિજ પર 12 સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર લોન્ચિંગ પૂર્ણ, VIDEO:એક લાખને ફાયદો, SG હાઈવે, મકરબા અને વેજલપુર તરફ જનારાઓને રાહત; કોર્પોરેટ રોડ પર ટ્રાફિકજામ-અકસ્માત થઈ શકે
અમદાવાદના મકરબા રેલવે ક્રોસિંગ પર મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે દ્વારા બ્રિજની કામગીરી ચાલી રહી છે. રોડની બંને તરફ બ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે રેલવે ટ્રેક પર કામગીરી માટે રેલવે વિભાગ દ્વારા ટ્રાફિક બ્લોક આપવામાં આવ્યો હતો. AMC દ્વારા કુલ 12 સ્ટીલ કોમ્પોઝિટ ગર્ડર લોન્ચિંગની સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ગર્ડર લોન્ચિંગ થયાના એક મહિનામાં એટલે કે આગામી જૂન મહિનાના અંત સુધીમાં આ બ્રિજ બનીને તૈયાર થઈ જશે. ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના મકરબા, વેજલપુર કોર્પોરેટ રોડ અને એસ.જી. હાઈવે વિસ્તાર વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. આશરે એક લાખથી વધુ નાગરિકોને લાભ મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકરબા રેલવે ક્રોસિંગ પર 100 કરોડથી વધુના ખર્ચે આ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જો કે, આ બ્રિજ તૈયાર થઈ ગયા પછી ટ્રાફિક જામનું નવું હોટસ્પોટ બનશે. કારણ કે બ્રિજનો એક છેડો કોર્પોરેટ રોડ પર ઉતારવામાં આવ્યો છે. જ્યાં ચાર રસ્તા પડતાં કોર્પોરેટ રોડ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાવાની સંભાવના છે. ફૂલ સ્પીડમાં આવતાં વાહનોના કારણે અકસ્માત થવાનું જોખમ પણ વધી જશે. SG હાઇવે તરફ જતા મકરબા રેલવે ક્રોસિંગ પર આ ઓવર બ્રિજ બનાવાયો
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મકરબા હેડ ક્વાર્ટરથી લઈને એસજી હાઇવે તરફ જતા મકરબા રેલવે ક્રોસિંગ પર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. એસ.જી. હાઈવે તેમજ વેજલપુર કોર્પોરેટ રોડ પર રોજિંદા ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે અને વાહનચાલકોને વધુ સરળ તથા ઝડપી અવરજવરનો લાભ મળશે. અંદાજિત એક લાખથી વધુ નાગરિકોને આ પ્રોજેક્ટનો સીધો લાભ મળશે. બ્રિજ કાર્યરત બન્યા બાદ આ સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે
હાલમાં રેલવે ફાટક પર લાંબા સમય સુધી વાહનો સાથે રાહ જોવી પડતી હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી, પરંતુ બ્રિજ કાર્યરત બન્યા બાદ આ સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. તેના પરિણામે વાહનચાલકોનો કિંમતી સમય બચશે. અકસ્માત થવાનું જોખમ પણ વધી જશે
બ્રિજનો છેડો થોડો આગળ એટલે કે એસજી હાઈવે નજીક ઉતાર્યો હોત તો ટ્રાફિકજામમાંથી બચી શકાયું હોત. ચાર રસ્તા પર જ બ્રિજનો છેડો ઉતરતો હોવાથી બ્રિજ પરથી ફૂલ સ્પીડમાં આવતાં વાહનોના કારણે અકસ્માત થવાનું જોખમ પણ વધી જશે. અહીં રોજ લાખો મુસાફરો પસાર થાય છે. જુહાપુરાથી એસ.જી.હાઈવે જવા માટેનો આ એક મહત્વનો રસ્તો છે. દોઢ લાખથી વધુ લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત
આમ જુઓ તો આ બ્રિજ જૂના અને નવા અમદાવાદને જોડતો મહત્વનો બ્રિજ છે. ઘણા સમયથી બ્રિજની કામગીરી પૂરી ન થતાં અહીંથી પસાર થતા વાહન ચાલકો રોજ પરેશાન થાય છે. ટ્રાફિક મેનેજ કરવા અહીં રોજ 8થી 9 પોલીસકર્મીઓ દિવસ રાત ફરજ બજાવે છે. બ્રિજ શરુ થતા મકરબા, વેજલપુર અને સરખેજના દોઢ લાખથી વધુ લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે.
Read Original Article →