મોટી બહેનના હત્યારા ભાઈને આજીવન કેદ:16 વર્ષથી પિયરમાં રહેતી બહેનને ઘર ખાલી કરાવવા આરોપી ઝઘડા કરતો હતો, આખરે ચપ્પુ લઈને ઉપર તૂટી પડ્યો
43 વર્ષીય આરોપી મહેન્દ્રસિંહ ચાવડા વિરુદ્ધ તેમના જ પિતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022 માં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ વિવાદ મકાન ખાલી કરવા બાબતની અદાવતનો હતો. 10 જૂન, 2022 ના રોજ રાત્રે આશરે 2 વાગ્યે, આરોપીએ ખાટલા પર સૂતેલી પોતાની સગી બહેન પર તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હુમલો કરી દીધો હતો. જેને બચાવવા આરોપીના પિતા અને ભાણિયો વચ્ચે પડતા તેમને પણ ગંભીર ઇજાઓ કરી હતી. ત્રણ શખ્સો લૂંટના ઇરાદે બહેન ઉપર હુમલો કર્યો: આરોપી
બૂમાબૂમ થતા લોકો એકત્ર થતા આરોપી ભાગી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ મહિલાને 108 મારફતે LG હોસ્પિટલ લઈ જવાતા તબીબોએ તેને મૃત ઘોષિત કરી હતી. જ્યારે આરોપીએ કોર્ટમાં કહ્યું હતું કે ત્રણ શખ્સો લૂંટના ઇરાદે આવ્યા હતા અને તેઓએ ઘાયલો અને તેમની બહેન ઉપર હુમલો કર્યો હતો. પિતાએ તેમની સાથે વૈચારિક મતભેદો હોવાથી તેમને ખોટી રીતે ફસાવ્યા છે. બહેનને પિતા સાથે ઘર ખાલી કરી જતી રહેવા કહેતો
આરોપીની મોટી બહેન છેલ્લા 16 વર્ષથી પોતાના પિતાના ઘરમાં નીચેના રૂમમાં રહેતી હતી. કારણ કે તેનો તેના પતિ સાથે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. જ્યારે ઉપરના રૂમમાં તેનો આરોપી ભાઈ પોતાના પરિવાર સાથે રહેતો હતો. આરોપીએ તેની મોટી બહેનને પિતા સાથે ઘર ખાલી કરીને જતો રહેવા અવારનવાર જણાવ્યું હતું. બીજી બાજુ પિતા તેના પુત્ર પાસે અવારનવાર ભાડુ માંગતા હોવા છતાં તે ભાડું આપતો ન હતો. આરોપીના કપડાં અને લોખંડની બ્લેડ પર મૃતકનું લોહી મળ્યું
આ ઘટનાના એક મહિના પહેલા જ તે ઘર છોડીને બીજે ભાડે રહેવા જતો રહ્યો હતો. જો કે ઇજા પામનાર ફરિયાદી પિતા અને તબીબી પુરાવાઓ દ્વારા કેસને સંપૂર્ણ સમર્થન મળ્યું હતું. FSLના અહેવાલ મુજબ ગુનાની જગ્યા, આરોપીના કપડાં અને રિકવર કરાયેલી લોખંડની બ્લેડ પરથી મરણજનારનું 'O' ગ્રુપનું લોહી મળી આવ્યું હતું, જે આરોપીની ગુનામાં સંડોવણી મજબૂતપણે સાબિત કરતું હતું. કોર્ટે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી
ભાણેજ વંશરાજ પાછળથી ફરી ગયો હતો, પરંતુ કોર્ટે પિતાની જુબાની અને વૈજ્ઞાનિક પુરાવાઓને ગ્રાહ્ય રાખ્યા હતા. અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે 18 સાહેદ અને 23 દસ્તાવેજી પુરાવાને આધારે આરોપીને આજીવન કારાવાસની સજા ફટકારી છે.
Read Original Article →