લો ગાર્ડનમાં કચરા બાબતે ટેકનિકલ સુપરવાઈઝર પર હુમલો:લંડનમાં પત્નીના પગાર પર જલસા કર્યા અને પ્રેગ્નેન્સીમાં પેટ પર લાત કરી એબોર્શન કરવા પ્રયાસ કર્યો

Gujarat4/9/2026, 2:27:23 PM
લો ગાર્ડનમાં કચરા બાબતે ટેકનિકલ સુપરવાઈઝર પર હુમલો:લંડનમાં પત્નીના પગાર પર જલસા કર્યા અને પ્રેગ્નેન્સીમાં પેટ પર લાત કરી એબોર્શન કરવા પ્રયાસ કર્યો
અમદાવાદમાં મહિલા પોલીસ અને નવરંગપુરા પોલીસ મથકે બે અલગ-અલગ ગુનાઓ નોંધાયા છે, જેમાં બોડકદેવની મહિલાએ લંડનમાં પતિ દ્વારા કરાયેલા શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ કરી છે, જ્યારે લો-ગાર્ડન ખાતે ફરજ બજાવતા એએમસીના ગાર્ડન ઈન્સ્પેક્ટર પર એક યુવકે જાહેરમાં હુમલો કરી માર માર્યો હતો. પોલીસે બંને કિસ્સામાં ભોગ બનનારની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે. લંડનમાં સ્થાયી થયેલા પતિનો પત્ની પર અમાનવીય ત્રાસ બોડકદેવ વિસ્તારમાં રહેતી અને સ્કૂલમાં ડિજિટલ માર્કેટિંગ મેનેજર તરીકે ફરજ બજાવતી 33 વર્ષીય મહિલાએ તેના પતિ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2011માં જીમમાં મિત્રતા થયા બાદ બંનેએ 2015માં લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેઓ લંડન શિફ્ટ થયા હતા. જોકે, ત્યાં પહોંચ્યા પછી પતિએ પિયરમાંથી પૈસા મંગાવવા દબાણ કરી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. લંડનમાં મકાન ખરીદતી વખતે પત્નીનું નામ રાખવા બાબતે પણ ઝઘડો કરી મારઝૂડ કરવામાં આવી હતી. અત્યાચારની હદ ત્યારે વટાવી જ્યારે મહિલા ગર્ભવતી હતી, ત્યારે પતિએ તેના પેટ પર લાત મારી અબોર્શન કરાવવા પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, છૂટાછેડા આપે તો જ ભારત પરત જવા દેવાની ધમકી પણ આપી હતી. આખરે તક મળતા મહિલા તેના ચાર વર્ષના પુત્ર સાથે પિયર પરત આવી હતી અને હવે પતિ સામે કાયદેસરનો ગુનો નોંધાવ્યો છે. લો-ગાર્ડન ખાતે ફરજ પરના ઈન્સ્પેક્ટર સાથે ગેરવર્તન અને હુમલો બીજી ઘટનામાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગમાં ટેકનિકલ સુપરવાઈઝર અને ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ભરત રાઠોડ પર હુમલો થયો છે. ગઈકાલે સવારે જ્યારે તેઓ લો-ગાર્ડન ખાતે ડેપ્યુટી કમિશનરના રાઉન્ડ પહેલા સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા હતા, ત્યારે અમીરાજ પટેલ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો. ગાર્ડનમાં પડેલા કચરા બાબતે અમીરાજે ઉશ્કેરાઈને ભરતભાઈને કહ્યું હતું કે, "તું સરકારનો નોકર છે, તારે બહુ બોલવાનું નહીં." આ દરમિયાન અમીરાજે જાહેરમાં ગાર્ડન ઈન્સ્પેક્ટરને લાફા અને ફેંટો મારી હતી તેમજ કોન્ટ્રાક્ટર હર્ષ પટેલને પણ ધક્કે ચડાવ્યો હતો. આ હુમલા બાદ ભરત રાઠોડે નવરંગપુરા પોલીસ મથકે અમીરાજ પટેલ વિરુદ્ધ શારીરિક ઈજા અને ફરજમાં રુકાવટ અંગે ફરિયાદ નોંધાવી છે.
Read Original Article →