આજે ઉમેદવારીનો છેલ્લો દિવસ, અમદાવાદ મ.ન.પા.માં કોંગ્રેસ 7 ઉમેદવાર બદલ્યાં:ભાજપે સુરત મનપાની બાકી વોર્ડની યાદી જાહેર કરી, જુઓ લિસ્ટ

Gujarat4/11/2026, 2:28:05 AM
આજે ઉમેદવારીનો છેલ્લો દિવસ, અમદાવાદ મ.ન.પા.માં કોંગ્રેસ 7 ઉમેદવાર બદલ્યાં:ભાજપે સુરત મનપાની બાકી વોર્ડની યાદી જાહેર કરી, જુઓ લિસ્ટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે (11 એપ્રિલ) છેલ્લો દિવસ છે. છેલ્લા બે દિવસથી ધડાધડ ભાજપ પક્ષ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે ઉમેદવારો જાહેર કરી રહ્યો છે. ગત મોડી સાંજ સુધી સસ્પેન્સ રખાયા બાદ ભાજપ દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર સહિતની મહાનગરપાલિકા અને પાલિકા-પંચાયતની યાદી જાહેર કરી દેવામાં આવી છે. આજે છેલ્લા દિવસે પણ બાકી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 કાપોદ્રાના ચાર ઉમેદવાર પણ જાહેર કરી દેવાયા છે. આ સાથે જ ભાજપે ભરૂચ, અંક્લેશ્વર, આમોદ, જંબુસર નગરપાલિકા, ભરૂચ જિલ્લા પંચાયત, જંબુસર તાલુકા પંચાયત, આમોદ તાલુકા પંચાયત, વાગરા તાલુકા પંચાયત, અંક્લેશ્વર તાલુકા પંચાયત, હાંસોટ તાલુકા પંચાયત, ભરૂચ તાલુકા પંચાયત, ઝઘડીયા તાલુકા પંચાયત, વાલીયા તાલુકા પંચાયત અને નેત્રંગ તાલુકા પંચાયતની પણ યાદી જાહેર કરી દેવામાં આવી છે. 15 મનપા સહિત પાલિકા-પંચાયતના ભાજપના 9500 ઉમેદવાર જાહેર, ધૂરંધરો સહિત 80 ટકાના પત્તા કપાયા, જુઓ લિસ્ટ અમદાવાદમાં કોંગ્રેસે સાત ઉમેદવાર બદલ્યાં, ચાંદખેડામાં મેવાણીની લોબીના ઉમેવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પહેલી યાદી જાહેર થયા બાદ બીજી યાદીમાં બે વોર્ડમાં નામ બદલવામાં આવ્યા છે. 48 વોર્ડમાંથી માત્ર 34 વોર્ડમાં જ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. વિવાદિત 14 વોર્ડના ઉમેદવારના નામની હજુ પણ જાહેર કરવામાં આવી નથી. જોધપુર, દરિયાપુર, નિકોલ, વિરાટનગર, બાપુનગર, સરસપુર, જમાલપુર, વાસણા, સરખેજ, મકતમપુરા, બહેરાપુરા, દાણીલીમડા, મણિનગર, ગોમતીપુર, રામોલ વોર્ડમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. આજે આ તમામ બેઠક પર ઉમેદવારોને સીધા મેન્ડેટ ફાળવી દેવામાં આવશે. ધારાસભ્યોના લોબિંગ અને સ્થાનિક સ્તરે વિરોધના નામની અંતિમ ઘડી સુધી નામની યાદી જાહેર કરવામાં આવી નથી.
Read Original Article →