કચ્છથી દુષ્કર્મ પીડિતા સગીરાની ગર્ભપાત માટે હાઇકોર્ટમાં અરજી:14 વર્ષ અને 10 મહિનાની સગીરાને 6 સપ્તાહનો ગર્ભ, જી.કે. જનરલ હોસ્પિટલ પાસે મંગાયો મેડિકલ રિપોર્ટ

Gujarat6/4/2026, 10:49:00 AM
કચ્છથી દુષ્કર્મ પીડિતા સગીરાની ગર્ભપાત માટે હાઇકોર્ટમાં અરજી:14 વર્ષ અને 10 મહિનાની સગીરાને 6 સપ્તાહનો ગર્ભ, જી.કે. જનરલ હોસ્પિટલ પાસે મંગાયો મેડિકલ રિપોર્ટ
ગુજરાત હાઇકોર્ટમાં એક હૃદયદ્રાવક અને અત્યંત સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે, જેમાં દુષ્કર્મનો ભોગ બનેલી એક સગીરાના ગર્ભપાત (Abortion) માટે તેના પિતા દ્વારા કાયદાકીય મંજૂરી મેળવવા હાઇકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવ્યા છે. સગીરા માત્ર 14 વર્ષ અને 10 મહિનાની હોઈ, તેની નાની ઉંમર, ભવિષ્ય અને શારીરિક-માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની મેડિકલ ટીમને સગીરાની તપાસ કરી ગર્ભપાત અંગે સત્વરે તબીબી અભિપ્રાય આપવા આદેશ કર્યો છે. અપહરણ બાદ મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચરતાં સગીરા થઈ ગર્ભવતી ઘટનાની વિગતો મુજબ, આરોપીએ સગીરાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની મરજી વિરૂદ્ધ બળજબરીપૂર્વક વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેના કારણે સગીરા ગર્ભવતી બની ગઈ હતી. આ મામલે પીડિતાના પરિવારે નરાધમ આરોપી સામે ચાલુ વર્ષે 2026માં નારાયણ સરોવર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) એક્ટની ગંભીર કલમો હેઠળ સત્તાવાર ગુનો નોંધાવ્યો છે. સી.એચ.સી. અને જી.કે. જનરલ હોસ્પિટલના રિપોર્ટમાં ગર્ભ હોવાની થઈ પુષ્ટિ સગીરાની તબિયતમાં ફેરફાર જણાતા સૌપ્રથમ સ્થાનિક કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (CHC) ખાતે તેની તબીબી તપાસ કરવામાં આવી હતી, જ્યાં તે ગર્ભવતી હોવાનું પ્રાથમિક તબક્કે માલુમ પડ્યું હતું. ત્યારબાદ ગર્ભની ચોક્કસ સ્થિતિ અને સમયગાળો જાણવા માટે તેને જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી. હોસ્પિટલના સોનોગ્રાફી સહિતના રિપોર્ટ અનુસાર, સગીરાને હાલ 6 અઠવાડિયા અને બે દિવસનો ગર્ભ હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે. હાઇકોર્ટ સમક્ષ આગામી સુનાવણીનું શેડ્યૂલ: સગીરાના ભવિષ્યને બચાવવા માટે કોર્ટે આ મામલાને અગ્રતા આપી નીચે મુજબના આદેશો કર્યા છે:
Read Original Article →