હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા:કૃષ્ણાગરમાં જુની અદાવતમાં યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો, એક માતા અને બે પુત્રો દોષિત
વર્ષ 2020 માં અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. જે મુજબ બનવાના બે વર્ષ પહેલાથી મૃતક મનીષ અને તેના મિત્રોએ એક આરોપી વિજયના પગ તોડી નાખ્યા હતા, જેની જૂની અદાવત રાખીને આ ગુનો આચરવામાં આવ્યો હતો. જુની અદાવતમાં યુવકને મોતને ઘાટ ઉતાર્યો
31 જુલાઈ, 2020ના રોજ રાત્રે ફરિયાદી દક્ષાબેન અને તેમના ભાઈ મનીષ નાસ્તો લેવા જઈ રહ્યા હતા, ત્યારે વિજય ચુનારાના ઘર પાસે આરોપીઓએ તેમને આંતર્યા હતા. આરોપી ભરત અને અન્ય એક વ્યક્તિએ મનીષને પકડી રાખ્યો હતો, જ્યારે વિજય અને અજયે ચપ્પુ વડે મનીષ પર ઉપરાછાપરી જીવલેણ ઘા માર્યા હતા. મૃતક મનીષના પગ પર પથ્થર માર્યો
સાહેદ મનોજભાઈ વચ્ચે છોડાવવા પડ્યા તો તેમને પણ ધમકી આપવામાં આવી હતી. આ દરમિયાન વિજયના માતા મંજુબેને પણ ઘરમાંથી આવીને મૃતક મનીષના પગ પર પથ્થર માર્યો હતો. ગંભીર ઈજાઓના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મનીષનું મૃત્યુ નીપજ્યું હતું. માતા અને બંને પુત્રોને આજીવન કારાવાસની સજા
કોર્ટે 38 પુરાવાઓ અને 30 સાક્ષીઓની જુબાનીને આધારે એક જ પરિવારના ચાર આરોપીઓ વિજય ચુનારા, અજય વાઘેલાને, ભરત ચુનારા અને મંજુબેન ચુનારાને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ પૈકી વિજય અને ભરત મંજુબેનના પુત્ર છે. આમ માતા અને બંને પુત્રોને આજીવન કારાવાસની સજા થઈ છે.
Read Original Article →