કિર્તીદાન ગઢવી સાથે 4.75 કરોડની છેતરપિંડી, વિભાણીનું વધુ એક કારસ્તાન:નોરતાનગરી ગરબામાં સ્પોન્સરશિપના બહાને છેતર્યા, 1.5 કરોડના VIP પાસ પણ પડાવ્યા

Gujarat6/8/2026, 1:50:39 PM
કિર્તીદાન ગઢવી સાથે 4.75 કરોડની છેતરપિંડી, વિભાણીનું વધુ એક કારસ્તાન:નોરતાનગરી ગરબામાં સ્પોન્સરશિપના બહાને છેતર્યા, 1.5 કરોડના VIP પાસ પણ પડાવ્યા
શહેરના સરખેજ પોલીસ સ્ટેશનમાં ઠગ અનિલ વિભાણી વિરૂદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ઠગે નવરાત્રિમાં લોક કલાકાર કિર્તીદાન ગઢવીના નોરતા નગરી નામથી યોજાયેલા ગરબા ઇવેન્ટમાં સ્પોન્સરશીપનું કામ લીધું હતું. જેના બદલામાં 1.5 કરોડના VIP પાસ મેળવ્યા હતા. અનિલ વિભાણીએ સ્પોન્સરશીપ ન લાવી આપી અને પાસની રકમ મળેવી કૂલ 4.75 કરોડની છેતરપિંડી આચરી હતી. જે અંગે સરખેજ પોલીસે અનિલ વિભાણી સામે વધુ એક ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, નોરતા નગરીના આયોજક કિર્તીદાન ગઢવી હતા અને આ ઈવેન્ટનું મેનેજમેન્ટ અર્જૂનભાઈ ભુતિયા કરતા હતા. તેમણે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. 2025માં નવરાત્રિમાં મોટી ઇવેન્ટ કરવાની લાલચ આપી બોપલમાં રહેતા અર્જૂનભાઈ ભુતિયા ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. વર્ષ 2025માં નવરાત્રિ પહેલા તેમની અનિલ વિભાણી સાથે મુલાકાત થઈ હતી. અનિલે પોતે મોટી ઇવેન્ટોનું કામ કરતો હોવાની વાત કરી હતી. સાથે વર્ષ 2025માં નવરાત્રિમાં ગરબાનું આયોજન કરીને મોટી ઇવેન્ટ કરવાની વાત અર્જૂનભાઈને કરી હતી. અર્જૂનભાઈ પણ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા હોવાથી તેમણે એસપી રિંગરોડ પર ગોપાલ ફાર્મમાં કિર્તીદાન ગઢવીના નોરતા નગરી નામથી ગરબાનું આયોજન કરવાની વાત કરી હતી. 3.25 કરોડની સ્પોન્સરશીપના બહાને 1.5ના VIP પાસ મેળવ્યા અનિલ વિભાણીએ આ ઇવેન્ટમાં કામ કરવાની ઈચ્છા દર્શાવી હતી અને અર્જૂનભાઈને પોતાની સાથે રાખવા અરજ કરી હતી. આ સાથે અનિલે 3.25 કરોડની સ્પોન્સરશીપ લાવી આપવાનો પણ વાયદો કર્યો હતો. જેથી અર્જૂનભાઈ સહમત થયા હતા અને 12 કરોડનો ખર્ચ કરીને જાહેરાત, માર્કેટિંગ અને વીઆઈપી સુવિધાનું આયોજન કર્યું હતું. અર્જૂનભાઈએ 1.5 કરોડની કિંમતના VIP પાસ અને ટિકિટો પણ અનિલ વિભાઈને આપી હતી. અનિલે 4.75 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી જોકે, ઇવેન્ટ દરમિયાન અનિલ વિભાણીએ 3.25 કરોડની સ્પોન્સરશીપ ન લાવી આપી અને 1.5 કરોડની કિંમતના VIP પાસ અને ટિકિટોની રકમ મેળવી કુલ રૂપિયા 4.75 કરોડની રકમ અર્જૂનભાઈને આપી નહોતી. અર્જૂનભાઈએ ઉઘરાણી કરતા અનિલ વિભાણીએ ડિસેમ્બર સુધીનો સમય માંગ્યો હતો. બાદમાં તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. સરખેજ પોલીસ સ્ટેશનમાં અનિલ વિભાણી સામે વધુ એક ફરિયાદ ગત એપ્રિલ માસમાં અર્જૂનભાઈને જ્યારે અનિલ વિભાણી મળ્યો ત્યારે તેણે પૈસા ન આપવાનું કહીને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સમગ્ર મામલે અર્જૂનભાઈએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ સમાચાર પણ વાંચો અનિલ વિભાણી અને તેની પત્ની વિમી વિભાણીએ 15 લોકોને શિકાર બનાવી 20 કરોડ પડાવ્યા 5 જૂન 2026ના રોજ સરકારી અધિકારીઓ અને નેતાઓ સાથેના ફોટા બતાવી તેમજ ઓળખાણ હોવાનું કહી કામ કરાવી આપવાના બહાને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર બંટી-બબલી અનિલ વિભાણી અને તેની પત્ની વિમી વિભાણીની અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આ દંપતીએ વૈભવી લાઈફસ્ટાઈલ જીવવા માટે અત્યાર સુધીમાં 15 લોકોને પોતાનો શિકાર બનાવી 20 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી. પોલીસે આરોપી પાસેથી રેન્જ રોવર અને મર્સિડીઝ કાર પણ કબજે કરી હતી. વાંચો સમગ્ર અહેવાલ
Read Original Article →