ન્યૂડ વીડિયો કોલ રેકોર્ડ કરી 60 લાખ પડાવ્યા:કિન્નર ગુરુમાં બની વિધિના નામે પૈસા પડાવનાર ગેંગનો મુખ્ય આરોપી દબોચાયો
ઇન્સ્ટાગ્રામ પર રિલેશનશીપ ગુરુ અને કિન્નર ગુરૂમાની ઓળખ આપીને વિધીના બહાને છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય આરોપીને અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે. આરોપી લોકો પાસેથી વિધીના બહાને પૈસા પડાવતો તથા ન્યૂડ કોલ રેકોર્ડ કરીને બ્લેકમેઈલિંગ કરીને પૈસા પડાવતો હતો. અત્યાર સુધીમાં આરોપીએ અલગ અલગ લોકોને ભોગ બનાવીને કુલ 60 લાખની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. અગાઉ આ ગેંગના એક આરોપીની ધરપકડ કરી હતી. અગાઉ એકની ધરપકડ કરાઈ હતી, ત્યારબાદ મુખ્ય આરોપી દબોચાયો
અમદાવાદ સાયબર ક્રાઈમમાં એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં વિધીના બહાને છેતરપિંડી અને બ્લેકમેઈલિંગ કરીને ઠગાઈ કરતા હોવાનો ઉલ્લેખ હતો. પોલીસે તપાસ દરમિયાન રજનીશ ભાર્ગવ નામના વ્યક્તિની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન વિકાસ ભાર્ગવનું નામ સામે આવતા પોલીસની ટીમે રાજસ્થાન જયપુર ખાતેથી આજે 25મેના વિકાસ ભાર્ગવને ઝડપી પાડ્યો છે. આરોપી વિધિના નામે મહિલાઓને વીડિયો કોલ મારફતે નગ્ન કરીને રેકોર્ડ કરતો
આરોપી વિકાસની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપી વિધિના નામે મહિલાઓને વીડિયો કોલ મારફતે નગ્ન કરવા મજબૂર કરી તેનું સ્ક્રીન રેકોર્ડિંગ કરતો. વાયરલ કરવાની ધમકી આપીને કુલ 1.43 લાખ પડાવી લીધા હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા બે વર્ષમાં રૂપિયા 60 લાખના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પોલીસને મળી આવ્યું છે. 65થી વધુ લોકો સાથે ઠગાઈ, એક ફરારની શોધખોળ
સાથે જ છેલ્લા એક મહિનામાં જ 300 મોબાઈલ નંબર પર અલગ અલગ વ્યક્તિઓને સંપર્ક કર્યા હતાં. જેમાંથી 65થી વધુ લોકોને ઠગાઈનો ભોગ બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ કૌંભાડમાં રવી ભાર્ગવ નામનો આરોપી ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચો કિન્નરના નામે લવ પ્રોબ્લેમ સોલ્વ કરવાનું કહી યુવતીને ફસાવી લવ પ્રોબ્લેમનું સોલ્યુસન મેળવવા ગયેલી એક યુવતી ઠગબાજોની જાળમાં ફસાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઈન્સ્ટાગ્રામ પર એસ્ટ્રોલોજર પૂજા કિન્નર મા નામના આઈડી પરથી યુવતીને મેસેજ કરાયો હતો. જેમાં લવ પ્રોબ્લેમના સોલ્યુસન માટે દાવો કરાયો હતો. કિન્નરના નામનું આઈડી હોય યુવતી વિશ્વાસમાં આવી ગઈ હતી અને રિપ્લાય આપ્યો હતો. વિધિના નામે યુવતીને વીડિયો કોલ કરી કપડા કાઢવા દબાણ કરાયું હતું. જેનું સ્કીન રેકોર્ડીંગ કરી બાદમાં યુવતીને બ્લેકમેઈલ કરવામાં આવી અને રૂ. 1.43 લાખ પડાવી લીધાનું સામે આવ્યું છે. ત્રણ શખ્સો દ્વારા બેથી અઢી વર્ષમાં યુવતીની માફક સેંકડો લોકોને પોતાની જાળમાં ફસાવી રૂપિયા 40 થી 42 લાખ પડાવી લીધાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ મામલે પોલીસે 5 એપ્રિલના રાજસ્થાનથી એક શખસને ઝડપી પાડ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →