સાસરિયાઓને સીટી સેશન્સ કોર્ટે નિર્દોષ છોડ્યા:પરિણીતાએ ઘરેલું હિંસા, દહેજ અને સસરા ઉપર છેડતીના આક્ષેપ સાથે ખોખરામાં પોલીસ ફરિયાદ કરી હતી

Gujarat5/23/2026, 10:15:22 AM
સાસરિયાઓને સીટી સેશન્સ કોર્ટે નિર્દોષ છોડ્યા:પરિણીતાએ ઘરેલું હિંસા, દહેજ અને સસરા ઉપર છેડતીના આક્ષેપ સાથે ખોખરામાં પોલીસ ફરિયાદ કરી હતી
અમદાવાદના ખોખરા પોલીસ મથકે નવેમ્બર, 2024માં 24 વર્ષીય પરણીતાએ પોતાના પતિ અને સાસુ સસરા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને દહેજ પ્રતિબંધ અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ત્યારે કોર્ટે 05 સાહેદ, 03 પુરાવા અને આરોપીઓના વકીલ અલ્પા.જી.જોગીની દલીલો ગ્રાહ્ય રાખીને સાસરિયાઓને નિર્દોષ છોડ્યા છે. વર્ષ 2019માં યુવતીએ પ્રેમલગ્ન કર્યાં હતા કેસની વિગત પ્રમાણે વર્ષ 2019માં ફરિયાદી યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા, તે પોતાના સાસરે રહેવા ગઈ હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ શરૂઆતમાં 02 વર્ષ તેને સારી રીતે રાખવામાં આવી હતી,પરંતુ ત્યારબાદ તેને હેરાન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તેના સાસુ તેને રસોઈ બનાવતા નહીં આવડતી હોવાને બાબતે હેરાન કરતા હતા. જ્યારે પતિ પણ સાસુ સસરાની વાતોમાં આવીને તેને માર મારતો હતો. પતિ ઘર છોડીને જતો રહ્યા, 2024માં છૂટાછેડાનો કેસ કર્યો તેના પતિએ તેને બાઈક લેવા માટે પિયરમાંથી 02 લાખ રૂપિયા લઈ આવવાનું કહીને દહેજની માંગણી કરી હતી. તેમને સંતાનમાં એક દીકરીનો જન્મ થયો હતો. પતિ એક દિવસ બહારગામ જવાનું કહીને ઘર છોડીને જતા રહ્યા હતા અને તેની સાથેનો સંપર્ક તોડી નાખ્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી, 2024માં પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. સાસરિયાઓએ યુવતીને જો તે ઘર છોડીને નહીં જાય તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સસરા પર છેડતીનો આક્ષેપ કર્યો હતો યુવતીએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે એક દિવસ રાત્રીએ તે જ્યારે ઊભી થઈ, ત્યારે તેના સસરાએ તેની છેડતી કરી હતી. તે બાબતે તેણે પોતાની સાસુને જણાવતા સાસુએ પોલીસ ફરિયાદ નહીં કરવા વિનંતી કરી હતી. કોર્ટમાં કેસ ચાલવા પર આવતા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે મહિલા ઉપર કોઈપણ પ્રકારનો શારીરિક કે માનસિક ત્રાસ આચરવામાં આવ્યો નથી. જ્યારે તેનો પતિ ઘર છોડીને જતો રહ્યો, ત્યારે મહિલા પોતાની દીકરીને સાસુ સસરાના હવાલે મૂકીને નોકરી જતી હતી. યુવતીએ પોતાના પિયર પહોંચ્યાના એક મહિના બાદ પોલીસ ફરિયાદ દાખલ કરી છે . સાસરીયાઓને કોર્ટે નિર્દોષ છોડી મૂક્યા વળી મહિલા 18 ઓક્ટોબર, 2024 ના રોજ ઘર છોડીને ગઈ પિયર હતી અને તે દિવસે મોડી રાત્રીએ તેના સસરાએ તેની છેડતી કરી હોય તે શંકા ઉપજાવે તેવી બાબત છે. વળી જો મહિલાને રસોઈ બનાવતા ન આવડતી હોય અને સાસુ ટકોર કરે તો તેને ત્રાસ આપ્યો કહેવાય નહીં. મહિલાના પિતા પણ આ પ્રેમ લગ્નની વિરુદ્ધમાં હતા. સાસરીયાઓએ લગ્ન સમયે કોઈ પણ પ્રકારના દહેજની માંગ કરી હોવાનું પણ સામે આવ્યું નથી. પોલીસે પડોશીઓના નિવેદન લીધા નથી. આમ ઉપરોક્ત બાબતોને ધ્યાને રાખીને કોર્ટે સાસરીયાઓને નિર્દોષ છોડ્યા છે.
Read Original Article →