ભાજપ કાર્યકરના મર્ડર કેસના દોષિતનો પેરોલ પર છૂટી ફરી આતંક:‘ખાડિયાનો ડોન’ મોન્ટુ નામદારે દારૂના નશામાં જાહેરમાં ફટકાડા ફોડ્યા, સાક્ષીને જાનથી મારી નાખવાની ધમકી આપી
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં વર્ષ 2022ના ચકચારી ભાજપ કાર્યકરના મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કુખ્યાત આરોપી મોન્ટુ નામદારે પેરોલ પર બહાર આવતા જ ફરી આતંક મચાવ્યો છે. મોન્ટુએ દારૂના નશામાં જાહેરમાં ફટાકડા ફોડીને સાક્ષીને મારી નાખવાની ધમકી આપી છે. આ અંગે ખાડિયા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી છે. વર્ષ 2022માં ભાજપ કોર્પોરેટરની હત્યા કરી હતી
રાયપુર લાલાવસાની પોળમાં GTPLની ઓફિસ ધરાવતા અને ભાજપ કાર્યકરના મર્ડર કેસના મુખ્ય સાક્ષી જોષ જુગ્નુભાઈ ગાંધીને આરોપી મોન્ટુ સુરેશચંદ્ર ગાંધી ઉર્ફે મોન્ટુ નામદાર, જીગ્નેશ રામી અને ડ્રાઈવર ફિરોજે જાહેર રોડ પર બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જેમાં વર્ષ 2022માં મોન્ટુ નામદારે ફરિયાદી જોષ ગાંધીના પિતાના મિત્ર રાકેશ મહેતાની હત્યા કરી હતી. ફોર્ચ્યુનર કારમાં સાક્ષીની ઓફિસે પહોંચી ધમકી આપી
આ કેસમાં ફરિયાદી જોષ ગાંધી મુખ્ય સાક્ષી તરીકે કોર્ટમાં જુબાની આપી હતી, જેના આધારે નામદાર કોર્ટે આરોપી મોન્ટુ ગાંધીને આજીવન કેદની સજા ફટકારી હતી. હાલમાં આરોપી જેલમાંથી પેરોલ ફર્લો રજા પર બહાર આવ્યો છે. મંગળવારે સાંજે મોન્ટુ નામદારે તેના સાથીદારો સાથે ફોર્ચ્યુનર ગાડીમાં ફટાકડા ફોડતો ફોડતો સાક્ષીની ઓફિસ સામે આવી પહોંચ્યો હતો. આરોપીએ જાહેર રોડ પર બૂમો પાડી કહ્યું કે, 'તારી જુબાનીના કારણે જ મને સજા થઈ છે, જેથી હવે હું તને અને તારા આખા પરિવારને જાનથી ખલાસ કરી નાખીશ. પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી અટકાયત કરી
આ ઘટનાથી ભયભીત થયેલા સાક્ષી જોષ ગાંધીએ તુરંત જ 112 પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસની ગાડી આવે તે પહેલા જ ત્રણેય શખ્સો ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. આ અંગે ખાડિયા પોલીસે જીગ્નેશ રામી, ફિરોઝ અને મોન્ટુ નામદાર સામે ફરિયાદ નોંધી છે. જો કે પોલીસે તેની પેરોલ રદ્દ કરવા કાર્યવાહી શરૂ કરી છે. આટલું જ નહીં આરોપી દારૂ પીધેલો હોવાની શંકાના આધારે પોલીસે તેને મેડિકલ માટે લઈ ગઇ છે. પોલીસથી બચી ભાગવા જતા ધાબા પરથી નીચે પટકાયો
મોન્ટુ નામદાર ધમકી આપી રહ્યો હતો જેની પોલીસને જાણ થતા ખાડિયા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસને જોઈ મોન્ટુ ત્યાંથી ભાગવા જઈ રહ્યો હતો, ત્યારે મોન્ટુ ધાબા પરથી પડી જતા તેને પગમાં ઈજા થઈ હતી જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ પણ વાંચો: ‘ખાડિયાનો ડોન’ મોન્ટુ નામદારને આજીવન કેદ, કાકાની દીકરી સાથે પરણ્યો; ભાજપ કાર્યકર્તાને બેઝબોલ મારી પતાવી દીધો મોન્ટુ નામદાર કોણ છે?
મોન્ટુની મૂળ અટક ગાંધી છે. અમદાવાદના ખાડિયા, રિંગ રોડ, દસ્ક્રોઇની આસપાસ તેની વારસાગત જમીનો છે. આ ઉપરાંત તેની પાસે ફાર્મહાઉસ પણ છે. મોન્ટુનો ગુનાહિત ઇતિહાસ 30 વર્ષ કરતાં પણ વધુ લાંબો છે. મોન્ટુ હાઇ-ફાઇ લાઇફસ્ટાઇલ જીવતો હતો. ભૂતકાળમાં તે ખૂબ જ દારૂ પીતો હતો. તેને લક્ઝુરિયસ કારમાં ફરવાનો શોખ હતો. મોન્ટુ સુરેશ નામદારનો દીકરો છે. સુરેશ નામદારની ગણતરી પણ અમદાવાદના નામચીન લોકોમાં થતી હતી. સુરેશના ત્રણ ભાઈ હતા, જેમનાં નામ રાજુ નામદાર, ગિરીશ નામદાર અને મુકેશ નામદાર હતા. રાજુ નામદારને બે સંતાનો હતાં. જેમાંથી એક દીકરીનું નામ નમ્રતા અને દીકરાનું નામ પવન છે. મોન્ટુ નામદારને તેનાં કાકાની દીકરી નમ્રતા સાથે પ્રેમસંબંધ હતા અને તેણે લગ્ન કરી લીધા હતા, પરંતુ પરિવારના ઘણા સભ્યોએ આ પ્રકારના સંબંધોનો વિરોધ કર્યો હતો. મોન્ટુ નામદારના અન્ય એક કાકા ગિરીશ નામદારે મોન્ટુ અને નમ્રતાના સંબંધોનું ખૂલીને સમર્થન કર્યું હતું. આ જ કારણે ગિરીશ નામદાર અને રાજેશ નામદાર વચ્ચે દુશ્મનાવટ ઊભી થઈ હતી.
Read Original Article →