4 હજાર ફી ભરવા 7 લાખના દાગીના લઈ લીધા:કેશવનગરના સગીર પાસેથી મિત્રએ દાગીના લઈને ગીરવે મુકી દીધા, માતાને જાણ થતાં દાગીના પરત ના આપતાં ફરિયાદ
અમદાવાદના કેશવનગર વિસ્તારમાં રહેતા 17 વર્ષીય સગીરે ટ્યુશન ફી ભરવા માટે આપેલા પૈસા રસ્તામાં પાડી દીધા હતા. જેથી સગીરે ઘરમાંથી જ સોના - ચાંદીના દાગીના લઈને તેના મિત્રને ગીરવે મૂકવા આપી પૈસા લીધા હતા. ઘરમાંથી દાગીના ગાયબ થયા હોવાની માતાને જાણ થતા પુત્રએ સમગ્ર હકીકત જણાવી હતી. દાગીના ગીરવે મૂકી બાદમાં મિત્ર રાજસ્થાન જતો રહ્યો હતો. સગીરે મિત્ર પાસે અવારનવાર દાગીનાની માંગણી કરતા તેણે કહ્યું હતું કે, દાગીના ગીરવે મૂકી દીધા છે બાદમાં છોડાવીશ એમ કહી ગલ્લા તલ્લા કર્યા હતાં. સગીરની માતાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં તેના મિત્ર વિરોધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. માતાએ તિજોરી જોતા સોના-ચાંદીના દાગીના ગાયબ હતા
મળતી માહિતી મુજબ શહેરના સુભાષબ્રિજના કેશવનગર વિસ્તારમાં આવેલી ચાલીમાં 17 વર્ષનો સગીર તેના પરિવાર સાથે રહે છે. ગત એપ્રિલ મહિનામાં સગીરની માતાએ તેના ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના તિજોરીમાં જોતા ગાયબ થયેલા જોવા મળ્યા હતા. જેથી આ બાબતે સગીરની માતાએ ઘરમાં તેમના બાળકોને પૂછ્યું હતું. 'દાગીના મને આપ હું ગીરવે મૂકીને તને પૈસા આપીશ'
જેથી સગીરે કહ્યું હતું કે ટ્યુશનની ફી ભરવા માટે 4000 રૂપિયા આપ્યા હતા. આ પૈસા રસ્તામાં પડી ગયા હતા. ટ્યુશનની ફી ભરવાની હોવાના કારણે તેણે તેના મિત્રને વાત કરી હતી. જેથી નજીકમાં જ રહેતા તેના મિત્રએ કહ્યું હતું કે તારા ઘરમાં રહેલા દાગીના મને આપ હું ગીરવે મૂકીને તને પૈસા આપીશ. સગીરે 6.58 લાખના દાગીના મિત્રને આપી દીધા
જેથી સગીર તેના મિત્રની વાતમાં આવી ગયો હતો અને તેણે તેના ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના કિંમત રૂ. 6.58 લાખના ઘરમાં કોઈપણ વ્યક્તિને જાણ કર્યા વિના કાઢી લીધા હતા અને તમામ દાગીના તેના મિત્રને આપી દીધા હતાં. આ બાબતે જ્યારે તેના મિત્રની તપાસ કરતા પોતે રાજસ્થાનના પાલી ખાતે જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. 'હું તને પછી છોડાવી આપીશ'
સગીરે તેના મિત્રને ફોન કરીને કહ્યું હતું કે, મેં દાગીના તને આપ્યા છે તેની મારી માતાને જાણ થઈ ગઈ છે. જેથી મને દાગીના પાછા આપી દે તેવું કહ્યું ત્યારે મિત્રએ કહ્યું હતું કે, દાગીના ગીરવે મૂકી દીધા છે હું તને પછી છોડાવી આપીશ. સગીરની માતાએ ફરિયાદ નોંધાવી
અવારનવાર મિત્રને ફોન કરી અને દાગીનાની માંગણી કરતા બહાના બતાવતો હતો. આ બાબતે સગીરે તેની માતાને જાણ કરી હતી.જેથી સગીરની માતાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં સગીરના મિત્ર વિરુદ્ધ ઘરમાંથી દાગીના મંગાવીને પાછા આપ્યા નથી. આ સમગ્ર મામલે રાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ બાબતે ગુનો નોંધી સગીરના મિત્રની શોધ ખોળ શરૂ કરી છે.
Read Original Article →