બ્રહ્માકુમારીઝ દ્વારા બાળકો માટે આધ્યાત્મિક સમર કેમ્પ:કાંકરિયા મુખ્યાલય ખાતે 70થી વધુ બાળકોએ ભાગ લીધો

Gujarat5/25/2026, 1:38:30 PM
બ્રહ્માકુમારીઝ દ્વારા બાળકો માટે આધ્યાત્મિક સમર કેમ્પ:કાંકરિયા મુખ્યાલય ખાતે 70થી વધુ બાળકોએ ભાગ લીધો
બ્રહ્માકુમારીઝના ગુજરાત ઝોન મુખ્યાલય, કાંકરિયા ખાતે બાળકો માટે 'આધ્યાત્મિક સમર કેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 6 થી 16 વર્ષના 70થી વધુ બાળકોએ નિયમિત ભાગ લીધો હતો. સમર કેમ્પમાં આધ્યાત્મિકતા સાથે મૂલ્યલક્ષી વાર્તાઓ, યોગાસન, નૃત્ય, સંગીત, બાળવાર્તા, ચિત્રકામ, ક્રાફ્ટ, ક્રિએટિવિટી અને મૂલ્યલક્ષી રમતો જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો. સમર કેમ્પના સમાપન સમારોહમાં રાજ્યોગીની નેહાબેને બાળકોને જ્ઞાન અને આચરણ માટે આશીર્વાદ આપ્યા. રાજ્યોગીની અમરબેને બાળકોને શુભકામનાઓ પાઠવી. આ ઉપરાંત, બ્ર.કુ. રાધિકાએ સ્ટોરી ટેલિંગ દ્વારા આત્માનો પરિચય કરાવ્યો, કિશોરીબેને ક્રાફ્ટ વર્ક સમજાવ્યું, યોગ શિક્ષક બાલકૃષ્ણભાઈએ યોગાસન કરાવ્યા અને ચેતનાબેને આભાર માનવાનું શીખવ્યું. કેમ્પ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને તમામ બાળકોને ઇનામ પણ આપવામાં આવ્યા હતા. બાળકોએ સમૂહ નૃત્યની સાથે રોઝ શરબત, આઇસ્ક્રીમ, નાસ્તો, કૂકીઝ અને કેક જેવા પ્રસાદનો પણ આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન બ્રહ્માકુમારી જયશ્રીબેન દ્વારા કરવામાં આવ્યું હતું.
Read Original Article →