અમદાવાદમાં ડ્રગ્સની પાર્ટી કરતું યુગલ ઝડપાયું:કાલુપુર વિસ્તારમાં સન્ની હોટલમાં પોલીસના દરોડો, 88 હજારના MD ડ્રગ્સ બેની ધરપકડ

Gujarat6/3/2026, 3:52:39 PM
અમદાવાદમાં ડ્રગ્સની પાર્ટી કરતું યુગલ ઝડપાયું:કાલુપુર વિસ્તારમાં સન્ની હોટલમાં પોલીસના દરોડો, 88 હજારના MD ડ્રગ્સ બેની ધરપકડ
અમદાવાદમાં કરોડોના ડ્રગ્સના કેસો વચ્ચે હવે શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી એક હોટલમાંથી ડ્રગ્સ પાર્ટીનો પર્દાફાશ થયો છે. કાલુપુરમાં ઝકરીયા મસ્જિદ સામે આવેલી સન્ની હોટલના રૂમ નંબર-109માં એક યુવક અને યુવતી નશાની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમીના આધારે ઝોન-3 લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડતા એમડી ડ્રગ્સ સાથે બંને ઝડપાઈ ગયા હતા. નશીલા પદાર્થની બાતમીના આધારે પોલીસે રેડ પાડી ઝોન-3 લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ વી.એચ રાઠોડની માહિતી મળી હતી કે, કાલુપુર વિસ્તારમાં આવેલી સન્ની હોટલના બીજા માળે રૂમ નંબર-109માં એક યુવક અને યુવતી રોકાયા છે અને તેમની પાસે નશીલા પદાર્થો છે. બાતમીને આધારે પોલીસે હોટલ પર વોચ ગોઠવી હતી. થોડીવાર બાદ પોલીસ ટીમ સીધી રૂમ નંબર-109 સુધી પહોંચી હતી. દરવાજો ખખડાવતા અંદરથી યુવક અને યુવતી મળી આવ્યા હતા. બંનેની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે રૂમની તપાસ શરૂ કરી હતી. પોલીસે 88 હજારનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું તપાસ દરમિયાન એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે મોહમદ સાદીક અને સીમા હરજાણીની ધરપકડ કરી છે. તેમની પાસેથી 88 હજારનું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. હોટલના રૂમમાં યુવક અને યુવતી એકસાથે રોકાયા હતા અને ત્યાંથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જેના આધારે પોલીસને પ્રાથમિક રીતે આશંકા છે કે બંને નશાની પાર્ટી કરી રહ્યા હતા. આ ડ્રગ્સનો જથ્થો સાહીદ સૈયદે આપ્યો હતો તપાસમાં એ દિશામાં પણ ચકાસણી કરવામાં આવી રહી છે કે ડ્રગ્સ માત્ર સેવન માટે લાવવામાં આવ્યું હતું કે પછી અન્ય કોઈને સપ્લાય કરવાનું હતું. કારણ કે એમડી ડ્રગ્સ સામાન્ય રીતે પાર્ટી ડ્રગ તરીકે ઓળખાય છે અને તેનો ઉપયોગ યુવાનોમાં ઝડપથી વધી રહ્યો છે. આ ડ્રગ્સનો જથ્થો સાહીદ સૈયદે આપ્યો હતો.
Read Original Article →