કડીની કોલેજો દ્વારા તાલીમાર્થીઓ માટે મોક ઇન્ટરવ્યૂ:રોજગારલક્ષી કૌશલ્ય વિકસાવવા નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું

Gujarat4/9/2026, 7:53:51 AM
કડીની કોલેજો દ્વારા તાલીમાર્થીઓ માટે મોક ઇન્ટરવ્યૂ:રોજગારલક્ષી કૌશલ્ય વિકસાવવા નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું
એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન, કડી દ્વારા તા. 04-04-2026 ના રોજ તાલીમાર્થીઓ માટે મોક ઇન્ટરવ્યૂનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને રોજગારલક્ષી કૌશલ્ય વિકસાવવાની તકો પૂરી પાડવાનો અને તેમને વ્યવહારિક ઇન્ટરવ્યૂનો અનુભવ કરાવવાનો હતો. આ પ્રસંગે વિવિધ પ્રતિષ્ઠિત શાળાઓમાંથી ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને કોમર્સ જેવા વિષયોના અનુભવી નિષ્ણાતોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ નિષ્ણાતોએ તાલીમાર્થીઓની ક્ષમતા, પ્રસ્તુતિ અને વિષયજ્ઞાનનું મૂલ્યાંકન કર્યું હતું. ઇન્ટરવ્યૂમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના આત્મવિશ્વાસ અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. નિષ્ણાતોએ તેમને માર્ગદર્શન આપી ભવિષ્ય માટે ઉપયોગી સૂચનો પણ આપ્યા, જે તેમને કારકિર્દી નિર્માણમાં સહાયક સાબિત થશે. આ કાર્યક્રમથી તાલીમાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રમાં આગળ વધવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ મળ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રિન્સિપાલ ડો. ભાવિક એમ. શાહના માર્ગદર્શન હેઠળ ડો. સુરેખા બી. પટેલ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું.
Read Original Article →