ATMમાં કાર્ડ બદલી પૈસા ઉપાડી લેતી ગેંગનો તરખાટ:જુહાપુરાથી જોધપુર સુધી સાત અલગ અલગ ATMમાંથી એક જ મોડસ ઓપરેન્ડીથી લાખો રૂપિયા ઉપાડી લીધા
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ATMની અંદર એક એવી ખતરનાક રમત રમાઈ રહી છે, જેમાં ગઠિયાઓ કોઈ હથિયાર વગર લોકોના ખાતા ખાલી કરી રહ્યા છે.ગઠિયાઓ મદદ કરવાની ઓફર કરીને સેકન્ડોમાં ડેબીટ કાર્ડની અદલાબદલી લખો રૂપીયા ઉપાડી લીધા છે.શહેરના જુહાપુરા, મકરબા અને જોધપુર વિસ્તારમાં બનેલી સાત અલગ અલગ ઘટનાઓ અંગે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 7 ફરિયાદ નોંધાઈ છે. કિસ્સો 1
જુહાપુરાના રોયલ અકબર ટાવરમાં રહેતા 57 વર્ષીય શાહનવાઝ અઝીઝ એચડીએફસી બેંકના ATMમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. ATMમાંથી સ્લીપ બહાર ન આવતા એક અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો અને બોલ્યો સાહેબ, તમારા સ્ટેટમેન્ટની સ્લીપ બહાર નથી આવી. વૃદ્ધ શાહનવાઝ ફરીથી કાર્ડ મશીનમાં નાખીને સ્લીપ કાઢવા લાગ્યા. આ દરમિયાન ગઠિયાએ સેકન્ડોમાં તેમનું ડેબીટ કાર્ડ બદલી નાખ્યું. થોડા સમય બાદ મોબાઈલમાં મેસેજ આવ્યો ખાતામાંથી 40 હજાર રૂપિયા ઉપડી ગયા હતા. કિસ્સો 2
જુહાપુરાના જ બીજા ATMમાં ઈરશાદઅલી મન્સુરી રૂપિયા ઉપાડવા ગયા હતા. રૂપિયા બહાર ન આવતા એક શખ્સે મદદ ઓફર કરી. તે બોલ્યો ATMમાં પ્રોબ્લેમ છે, તમારું કાર્ડ આપો, હું ચેક કરું વાતચીત દરમિયાન નજર ચુકવી કાર્ડ બદલાઈ ગયું. થોડા સમયમાં ઈરશાદના ખાતામાંથી 50 હજાર રૂપિયા ઉપડી ગયા. કિસ્સો 3
લીંબડીના મહાવીર પરમાર જુહાપુરામાં આવેલા ATMમાં રૂપિયા ઉપાડવા ગયા હતા. ATMમાંથી રૂપિયા બહાર ન આવતા એક ગઠિયો તેમની પાસે આવ્યો અને ટેક્નિકલ ઈશ્યૂની વાતો કરવા લાગ્યો. તપાસમાં સામે આવ્યું છે કે વાતોમાં ભોળવીને ગઠિયાએ મહાવીરનું કાર્ડ બદલી નાખ્યું હતું. બાદમાં તેમના ખાતામાંથી હજારો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા.ચોંકાવનારી વાત એ છે કે મહાવીર અને શાહનવાઝ બંનેના કાર્ડ એક જ ATMમાંથી બદલાયા હતા. કિસ્સો 4
જુહાપુરાની ગુલીસ્તા સોસાયટીમાં રહેતી કાશ્મીરા કુરેશી ATMમાં રૂપિયા જમા કરાવવા ગઈ હતી. રૂપિયા મશીનમાં ન જતા એક શખ્સ તેમની પાસે આવ્યો અને બોલ્યો મેડમ, મશીનમાં ખામી છે. મદદના બહાને તેણે કાર્ડ હાથમાં લીધું અને સેકન્ડોમાં બદલાવી દીધું. થોડા સમયમાં 31 હજાર રૂપિયા ઉપડી ગયા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કાશ્મીરા અને ઈરશાદ સાથે એક જ ATMમાં ચીંટીગ થઈ હતી. કિસ્સો 5
વેજલપુરની હિમાની પરમાર એસબીઆઈના ATMમાંથી રૂપિયા લઈને બહાર નીકળી હતી. ત્યારે પાછળથી એક શખ્સ બોલ્યો મેડમ, તમારું ટ્રાન્ઝેક્શન હજુ ચાલુ છે. હિમાની ફરી ATMમાં ગઈ. આ દરમિયાન ગઠિયાએ તેમનું ડેબીટ કાર્ડ બદલી નાખ્યું. પછી ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા. આ સમગ્ર ઘટના મકરબા પોલીસ હેડક્વાર્ટર નજીક બની હોવાને કારણે પોલીસ પણ ચોંકી ગઈ છે. કિસ્સો 6
એસબીઆઈના ATMમાં બે અલગ અલગ લોકો હેમચંદ પરમાર અને રીટાબેન તિવારી કાર્ડ સ્વેપિંગનો ભોગ બન્યા છે. એક કેસમાં ATMમાં રૂપિયા નથી કહીને વાતોમાં ભોળવાયા.બંનેના ખાતામાંથી 39 હજાર અને 40 હજાર રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે. ગઠિયાઓ પાસે અલગ અલગ બેંકોના એકસરખા દેખાતા ડેબીટ કાર્ડ હોઈ શકે છે. તેઓ પહેલા ATMમાં ઉભા રહી લોકોનો પીન નંબર જાણી લે છે.ત્યારબાદ તક મળતા જ સરખું કાર્ડ આપી દે છે.ભોગ બનનારને ઘણીવાર કલાકો સુધી ખબર જ પડતી નથી કે તેના હાથમાં પોતાનું કાર્ડ નથી. પોલીસ હવે જુહાપુરા, મકરબા અને જોધપુરના ATMના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી રહી છે.એકથી વધુ ATMમાં એકસરખા શખ્સોની હાજરી મળી આવે તેવી આશંકા છે.મોટાભાગે વૃદ્ધો, મહિલાઓ,ટેક્નિકલ બાબતોમાં અજાણ લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ATMમાં છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી
પોલીસ તપાસમાં સામે આવેલી મવિગત મુજબ આ ગેંગ ATMમાં એકલા આવતા લોકોને ટાર્ગેટ કરે છે. તેઓ મદદના બહાને પહેલા મશીનમાં ખામી બતાવે છે. પછી પીન નંબર પર નજર રાખે છે. અંતે સ્લીપ બહાર નથી આવી રહી હોવાનું કહી કાર્ડ બદલી નાખે છે.
Read Original Article →