ટ્રક ચાલકે બાઇકને 60-70 મીટર સુધી ઢસેડ્યું, CCTV:દંપતી ઈજાગ્રસ્ત; જુહાપુરામાં ઓવરબ્રિજની કામગીરીના કારણે પાણી ભરાયેલું હોવાથી અકસ્માત થયાની ચર્ચા
અમદાવાદના જુહાપુરા ચાર રસ્તા પાસે ભયાનક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. બાઇક પર દંપતી જઈ રહ્યું હતું ત્યારે ટ્રક ચાલક ટક્કર મારે છે. અકસ્માતમાં મહિલા નીચે પટકાય છે અને બાઇક 60-70 મીટર સુધી ઢસડાય છે. ત્યા હાજર લોકો બૂમાબૂમ કરતા અંતે ડ્રાઇવર ટ્રક રોકે છે. આ અકસ્માતમાં દંપતી ઈજાગ્રસ્ત થાય છે. અકસ્માતના CCTV પણ સામે આવ્યા છે. ટ્રક ચાલકે બાઇકને 60-70 મીટર સુધી ઢસેડ્યું
જુહાપુરા પાસેથી એક બાઈક પર દંપતી જઈ રહ્યું હતું ત્યારે બાજુમાંથી પસાર થતા ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને અડફેટે લીધો હતો.અકસ્માતમાં ટ્રક ચાલક બાઈકને અંદાજે 60થી 70 મીટર સુધી ઢસડતો લઈ ગયો હોવાનું સામે આવ્યું છે. બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી જ્યારે મહિલા સ્થળ પર જ પડી ગયા હતા. ટ્રક ડ્રાઇવર નશાની હાલતમાં જોવા મળ્યો હતો
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ટ્રક ડ્રાઇવર નશાની હાલતમાં જોવા મળ્યો હતો. લોકોએ બૂમાબૂમ કરીને ટ્રક ચાલકને રોક્યો હતો. બનાવની જાણ થતાં એમ ડિવિઝન ટ્રાફિકની ટીમ સ્થળ પર પહોચી હતી. અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાસ્થળે પાણી ભરાયેલું હોવાથી અકસ્માત થયોની ચર્ચા
સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી ઘાયલ બાઈક સવાર પરિવારને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. હાઇવે પર ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી અકસ્માત સ્થળે પાણી ભરાયેલું હતું, જેના કારણે અકસ્માત સર્જાયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
Read Original Article →