જાહેરાત દેખાડવા વૃક્ષ કાપી નાખ્યું:જોધપુરમાં જાહેર ખબર એજન્સીએ મ્યુનિ. ગાર્ડન વિભાગની પરવાનગી વિના વૃક્ષને કાપ્યું, કાર્યવાહી પર સવાલ

Gujarat5/22/2026, 3:04:06 PM
જાહેરાત દેખાડવા વૃક્ષ કાપી નાખ્યું:જોધપુરમાં જાહેર ખબર એજન્સીએ મ્યુનિ. ગાર્ડન વિભાગની પરવાનગી વિના વૃક્ષને કાપ્યું, કાર્યવાહી પર સવાલ
શહેરમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર વૃક્ષો કાપવાની ઘટના સામે આવી રહી છે, ત્યારે જોધપુર વિસ્તારમાં સ્ટાર બજારથી ભાવ નિર્ઝર તરફ જવાના રોડ પર જાહેરાત એજન્સી દ્વારા બોર્ડ દેખાય તેના માટે ઝાડને ટ્રીમિંગ કરવાના બહાને બૂઠ્ઠું કરી દેવામાં આવ્યું છે. AMCના ગાર્ડન વિભાગના અધિકારીઓ ઉંઘતા ઝડપાયા છે. ગાર્ડન વિભાગના અધિકારીઓ રોડ ઉપર કપાતા વૃક્ષો અંગે ધ્યાન આપી રહ્યા નથી અને એજન્સીઓ દ્વારા બેફામ રીતે વૃક્ષો ટ્રીમિંગ કરવામાં આવે છે, ત્યારે આવી એજન્સીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે. AMCની કાર્યવાહી પર સવાલ મ્યુનિસિપલ કોર્પોરેશન ગ્લોબલ વોર્મિંગની સમસ્યા, પર્યાવરણ બચાવવાને ધ્યાનમાં લઈને મિશન મિલિયન ટ્રીઝ અભિયાન અંતર્ગત 50 લાખ પ્લાન્ટેશન કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી બાજુ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વર્ષો જુના વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. જાહેરાતના મોટા-મોટા બોર્ડ લગાવતી એજન્સીઓ દ્વારા જાહેરાત દેખાય તેના માટે અને અંગત હિત માટે ટ્રીમિંગ કરવાના બહાને ઝાડને બૂઠ્ઠું કરી દેનારા સામે AMC ગાર્ડન અને એસ્ટેટ વિભાગના અધિકારીઓ નિષ્ક્રિય બનીને કોઈ નોંધપાત્ર પગલાં લેતા નથી.
Read Original Article →