ડાંગરના ભૂસાની આડમાં દારૂની હેરાફેરી:જામુન ફ્લેવરની 54 લાખની વોડકાની બોટલ સાથે એકની ધરપકડ, રાજસ્થાનથી રાજકોટ પહોંચે એ પહેલા જ એસ.જી હાઈવે પરથી જથ્થો જપ્ત

Gujarat5/12/2026, 12:37:30 PM
ડાંગરના ભૂસાની આડમાં દારૂની હેરાફેરી:જામુન ફ્લેવરની 54 લાખની વોડકાની બોટલ સાથે એકની ધરપકડ, રાજસ્થાનથી રાજકોટ પહોંચે એ પહેલા જ એસ.જી હાઈવે પરથી જથ્થો જપ્ત
અમદાવાદમાં એસ.જી હાઈવે પરથી ટ્રેડિંગમાં અને ડિમાન્ડમાં રહેલી જામુન ફ્લેવરની વોડકાની 43,296 બોટલ પોલીસે ઝડપી પાડી છે. રાજસ્થાનથી ભૂસાની આડમાં દારૂની બોટલો રાજકોટ તરફ જઈ રહી હતી ત્યારે સોલા પોલીસે દારૂની બોટલો સાથે એકની ધરપકડ કરી છે. પોલીસે 54 લાખ રૂપિયાના દારૂ સહિત 64.27 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. બાતમીના આધારે વેષ્ણોદેવી બ્રિજ પાસે ટ્રક રોકી સોલા પોલીસ સ્ટેશનના PSI એન.એસ સિંઘને બાતમી મળી હતી કે એક ટ્રકમાં રાજસ્થાનથી દારૂ ભરીને જઈ રહ્યો છે. જેના આધારે PSI સિંઘ અને PSI એસ.જે દેસાઈની ટીમે એસ.જી હાઈવે પર વૈષ્ણદેવી બ્રિજ પાસેથી એક ટ્રક રોકી હતી. જેમાં તપાસ કરતા ટ્રકમાંથી ડાંગરનું ભૂસું મળી આવ્યું હતું. પોલીસે ટ્રકમાં વધુ તપાસ કરતા ડાંગરના ભૂસા નીચેથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. જામુન ફ્લેવરની વોડકાની 43 હજાર બોટલ જપ્ત પોલીસને ટ્રકમાંથી 43,296 દારૂની બોટલો મળી આવી હતી. આ તમામ દારૂની બોટલો જામુન ફ્લેવરની વોડકા હતી. પોલીસે ટ્રકમાંથી 54 લાખની વોડકાની બોટલ સહિત 64.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂ સાથે ડ્રાઈવર રામરામ જાટની ધરપકડ કરી છે. રાજસ્થાનથી જથ્થો રાજકોટ પહોંચે એ પહેલા ઝડપાયો આરોપીની પૂછપરછ કરતા રાજસ્થાથી કિશન નામના વ્યક્તિએ ડાંગરનું ભૂસું અને દારૂની બોટલ ભરેલો ટ્રક આપ્યો હતો. આ ટ્રકમાંથી દારૂની બોટલની રાજકોટમાં ડિલિવરી કરવાની હતી. સોલા પોલીસે ડ્રાઈવર,દારૂ મોકલનાર કિશન અને રાજકોટમાં દારૂ મંગાવનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read Original Article →