ગુજસીટોકના આરોપીની ગુજરાત હાઇકોર્ટમાં અરજી:જામનગર મનપાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા છોડો, હાઇકોર્ટે કહ્યું- સંલગ્ન કોર્ટ 10 એપ્રિલ સુધીમાં નિર્ણય લે
ગુજસીટોકના એક આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેણે જામનગર મહાનગરપાલિકા-JMCની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા દેવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપવાની માંગ કરી હતી. અરજદાર અલ્તાફ ખફી વતી રજૂઆત કરાઈ હતી કે, તેને પોલીસ જાપ્તા હેઠળ ઉમેદવારી પત્ર ભરવાની મંજૂરી આપવામાં આવે. અરજદાર હાલ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને તે ન્યાયિક કસ્ટડીમાં ન હોવાથી તે જામીન માંગી શકે તેમ નથી. જામીન મળે તો પણ ત્રીજી FIRના કારણે ધરપકડ થઈ શકે
વધુમાં એવી દલીલ કરવામાં આવી હતી કે, અરજદાર વિરુદ્ધ તાજેતરમાં ત્રણ અલગ-અલગ કેસ નોંધવામાં આવ્યા છે. પ્રથમ FIRમાં તેની ધરપકડ 2 ફેબ્રુઆરીએ થઈ હતી, જેમાં તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જોકે, ગુરુવારે બીજી FIRમાં તેની ધરપકડ કરવામાં આવી હતી અને તે કસ્ટોડિયલ ઇન્ટેરોગેશન હેઠળ છે. જો તેને જામીન મળે તો પણ 5 એપ્રિલના રોજ તેની સામે નોંધાયેલી ત્રીજી FIRમાં તેની ધરપકડ થઈ શકે છે. વકીલે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપી આરોપીને મુક્ત કરવા અપીલ કરી
તેના વકીલે વધુમાં રજૂઆત કરી હતી કે, આ પ્રક્રિયામાં ઘણો સમય લાગી શકે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. વકીલે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આરોપીને ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા માટે મુક્ત કરી શકાય છે. હાઈકોર્ટે નીચલી અદાલતને નિર્ણય લેવા નિર્દેશ આપ્યો
સુનાવણી બાદ ગુજરાત હાઇકોર્ટે યોગ્ય ઉપાય માટે સંબંધિત કોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું. અરજદારે નીચલી અદાલતમાંથી રાહત મેળવવા માટે તેની અરજી પાછી ખેંચી લીધી હતી અને હાઈકોર્ટે નીચલી અદાલતને શુક્રવારે અરજદારની અરજી ઉપર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો. એક ગુજસીટોક આરોપીએ પોલીસ જાપ્તા હેઠળ ઉમેદવારી પત્ર ભર્યું હતું
કોર્ટના આદેશમાં જણાવવામાં આવ્યું છે ,કે એ સ્પષ્ટ કરવામાં આવે છે કે જો અરજદાર સંબંધિત ફોરમમાં અરજી સાથે સંપર્ક કરે છે, તો સંબંધિત ફોરમ દ્વારા શક્ય તેટલી વહેલી તકે પ્રાધાન્યપણે 10 એપ્રિલ, 2026 સુધીમાં તેના પર વિચાર કરશે. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન અન્ય એક ગુજસીટોક આરોપી અસલમ ખિલજીને પોલીસ જાપ્તા હેઠળ રિટર્નિંગ ઓફિસર પાસે લઈ જવામાં આવ્યા બાદ તેણે JMC ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું.
Read Original Article →