પોલીસની હાજરીમાં સલમાને કહ્યું- હનીફ દાઢી કો ગોલી મેને મારી:વીડિયો વાઇરલ થતાં દાઢીના પરિવારે થારના કાચ તોડ્યા અને મારામારી કરી, જમાલપુરમાં બિલ્ડરનું મર્ડર ફરી ચર્ચામા

Gujarat5/25/2026, 9:41:07 AM
પોલીસની હાજરીમાં સલમાને કહ્યું- હનીફ દાઢી કો ગોલી મેને મારી:વીડિયો વાઇરલ થતાં દાઢીના પરિવારે થારના કાચ તોડ્યા અને મારામારી કરી, જમાલપુરમાં બિલ્ડરનું મર્ડર ફરી ચર્ચામા
અમદાવાદ જમાલપુરની સાંકડી ગલીઓમાં 10 વર્ષ જૂની એક હત્યાની ગૂંજ ફરી સંભળાઈ રહી છે. 2016માં બિલ્ડર હનીફ નિઝામુદ્દીન શેખ ઉર્ફે હનીફ દાઢીની જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસ વર્ષો સુધી પોલીસ ફાઈલોમાં દટાઈ ગયો હતો. પરંતુ હવે એક વાઇરલ વીડિયોએ ફરીથી સમગ્ર હત્યાકાંડનું ભૂત જીવંત કરી દીધું છે. સલમાન નામના યુવકનો'હનીફ દાઢી કો ગોલી મેને મારી'ને હત્યા કરી હોવાનો વીડિયો વાઇરલ થતા હનીફ દાઢીના પરિવારે સલમાનના ઘર પાસે થાર સહિતની ગાડીમાં તોડફોડ અને મારામારી કરી છે. સલમાનની દાઢીના મોટા ભાઈ સાથે ઉગ્ર બોલાચાલી જમાલપુરના કુખ્યાત યુવક સલમાન ઉર્ફે 1500 પઠાણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં સલમાન ગુસ્સામાં બોલતો જોવા મળે છે કે 'હનીફ દાઢી કો ગોલી મેને મારી'. આ એક જ વીડિયોએ પોલીસ, ક્રાઈમ બ્રાંચ અને જૂના ગેંગના નામોને ફરી ચર્ચામાં લાવી દીધા છે. ગઈકાલે(24મે) સલમાનની તેના મોટા ભાઈ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઘરના ઝઘડામાં વાત એટલી વધી ગઈ કે સલમાન ગુસ્સામાં વર્ષો જૂના હત્યાકાંડ વિશે બોલી ગયો. તેનો ભાઈ મોબાઈલમાં વીડિયો ઉતારી રહ્યો હતો. સલમાન પંદરસોના ઘર ઉપર હુમલો થોડા જ કલાકોમાં વીડિયો વાઈરલ થઈ ગયો અને આખા જમાલપુરમાં ચકચાર મચી ગઈ. આ વીડિયો વાઇરલ થતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. આક્ષેપ છે કે આ વીડિયોની અદાવત રાખીને હનીફ દાઢીના પુત્ર અને તેના સાગરિતો દ્વારા સલમાન પંદરસોના ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે પૂછપરછ શરૂ કરી વીડિયો વાઇરલ થતા જ ક્રાઈમ બ્રાંચ એક્શન મોડમાં આવી ગઈ હતી. સલમાનને ઝડપી લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસ હવે એ તપાસી રહી છે કે વાઇરલ વીડિયોમાં કરાયેલી કબૂલાત પાછળ કેટલું સત્ય છે. એ રાતે જમાલપુર ગોળીબારના અવાજથી ધ્રૂજી ઉઠ્યું 17 સપ્ટેમ્બર, 2016… “એ રાત જ્યારે જમાલપુર ધ્રૂજી ઉઠ્યું”તે રાત સામાન્ય હતી, પરંતુ થોડા જ સેકન્ડમાં આખું જમાલપુર ગોળીબારના અવાજથી ધ્રૂજી ઉઠ્યું હતું. હનીફ દાઢી પોતાના ઘરની નજીક બેઠા હતા ત્યારે નંબર પ્લેટ વગરની એક્ટીવા પર આવેલા બે શખ્સો તેમના પર બે રાઉન્ડ ફાયરિંગ કરીને પલાયન થઈ ગયા હતા. તપાસ દરમિયાન પોલીસને શરૂઆતથી જ આશંકા હતી કે હત્યા પ્રોફેશનલ પ્લાનિંગ સાથે કરવામાં આવી હતી. તમામ મુદ્દાઓની સત્તાવાર પુષ્ટિ પોલીસે કરી નથી હત્યાકાંડ બાદ શહેરમાં અનેક નામોની ચર્ચા થઈ હતી. જેમાં સલીમ જુમ્માખાન નામ સૌથી વધુ ચર્ચામાં રહ્યું હતું. સલમાને કરેલી કબુલાતમાં સલીમ જુમ્માખાને જ રાજસ્થાનથી શૂટરો બોલાવ્યા હતા. તેણે પોતાના ફ્લેટમાં તેમને આશરો આપ્યો હતો. હુમલા બાદ શૂટરો રફીક બટકાના ઘરે ગયા હતા, જ્યાં હથિયારો મુકીને કપડા બદલ્યા હતા. સલમાનને પણ આ સમગ્ર કાવતરાની પહેલેથી જાણ હતી અને તેણે સપોર્ટ કર્યો હતો. જોકે, આ તમામ મુદ્દાઓની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. ચર્ચા છે કે માતાની હત્યાનો બદલો લેવા હનીફ દાઢી પર સલમાને ફાયરીંગ કરાયું હત્યાકાંડ પાછળ બે મોટી ચર્ચાઓ ચાલી રહી છે સલમાનની માતા મુમતાઝ બાનુની હત્યામાં હનીફ દાઢી અને તેમના સંતાનોના નામ સામે આવ્યા હતા. જોકે કોર્ટમાં પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. ચર્ચા છે કે માતાની હત્યાનો બદલો લેવા હનીફ દાઢી પર સલમાને ફાયરીંગ કરાયું હતું. તો બીજી તરફ સલીમ જુમ્માખાન સાથે હનીફ દાઢીને ઘણા સમયથી અંગત અદાવત ચાલી રહી હતી. જેના કારણે અંડરવર્લ્ડ સ્ટાઈલમાં પ્લાનિંગ અને ભાડૂઆતી શૂટરોનો ઉપયોગ થતા કોન્ટ્રાક્ટ કિલિંગની પણ ચર્ચા છે.
Read Original Article →