ઈસ્કોન સર્કલ નજીક પે એન્ડ પાર્કમાં આગ, 9 વાહનો ખાખ:પાર્કિંગમાં રહેલી ચાની કીટલીમાં આગ લાગ્યા બાદ આસપાસના વાહનો ચપેટમાં આવ્યા

Gujarat5/20/2026, 3:01:33 PM
ઈસ્કોન સર્કલ નજીક પે એન્ડ પાર્કમાં આગ, 9 વાહનો ખાખ:પાર્કિંગમાં રહેલી ચાની કીટલીમાં આગ લાગ્યા બાદ આસપાસના વાહનો ચપેટમાં આવ્યા
અમદાવાદના એસજી હાઈવે પર ઈસ્કોન સર્કલ નજીક વાઈડ એન્ગલ પાસે પે એન્ડ પાર્કમાં ઉભેલી ચાની કીટલીમાં આગ લાગતા આસપાસ પાર્ક થયેલા 9 વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. ચાની કીટલીમાં રાખેલો ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ લાગી હતી. જે વિકરાળ બનતા આસપાસ પડેલા વાહનો ચપેટમાં આવી ગયા હતા. 9 વાહનો આગમાં બળીને ખાખ થયા મળતી માહિતી મુજબ એસ.જી હાઇવે પર ઇસ્કોન સર્કલ નજીક મલ્ટિપ્લેક્સની સામે મ્યુનિસિપલ કોર્પોરેશન નું પે એન્ડ પાર્કિંગ આવેલું છે જેમાં અપંગ માનવ મંડળની એક ચાની કીટલીનું કેબિન આવેલું હતું. જેમાં એલપીજી ગેસ સિલિન્ડર લીકેજ થવાના કારણે આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતાની સાથે જ ચાની કીટલીના કેબિનમાં આગ લાગી હતી.જે વિકરાળ બનતાબાજુમાં પડેલા ચાર એકટીવા અને પાંચ બાઇકને ઝપેટમાં લઈ લીધા હતા. આગ ખૂબ જ વીકરાળ બનતા તાત્કાલિક ધોરણે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડના ડિવિઝનલ ઓફિસર એસ.બી જાડેજા, પ્રહલાદનગર ફાયર સ્ટેશનથી ફાયર ઓફિસર મનુભાઈ અને અન્ય સ્ટાફ બે ગાડીઓ સાથે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગયા હતા આગ વધારે પ્રમાણમાં હતી અને સર્વિસ રોડ આવેલો હતો.જેથી સૌપ્રથમ સર્વિસ રોડ બંધ કરાવી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાણીનો મારો ચલાવી આગને કાબુમા લેવામાં આવી છે. કુલ નવ જેટલા વાહનો આગમાં બળીને ખાક થઈ ગયા છે. કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલા પે એન્ડ પાર્કિંગમાં ચાની કેબિન રાખવામાં આવી હતી અને જેમાં આગ લાગતા લોકોના વાહનો બળીને ખાક થઈ ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગ બુજાવી દેવામાં આવી છે અને એલપીજી ગેસ લીકેજને પણ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Read Original Article →